________________
જ્યાં અલોકમાં પુગલ પરમાણુ નથી, ત્યાં કશુંય ઈફેક્ટ નથી. લોકમાં બીજા પાંચ તત્ત્વો નડતા નથી. પોતે જેવું કહ્યું એવું પુદ્ગલ થઈ જાય છે. પછી પોતાને બિલીફ ઊભી થાય કે આ હું કે આ હું ? પછી આખું ભ્રાંતિથી ઊંધું ચાલ્યું.
આત્મા એનો એ જ રહે છે પણ પોતે, આત્માએ જે કલ્પેલું એ પ્રમાણે બહાર એવું પુદ્ગલ થઈ જાય છે.
માણસ ગધેડો થવાનું ચિંતવન સીધું કરતો નથી, ભૂલથી એવું ચિંતવન કરે છે એનું ફળ ગધેડો છે. એણે એવું ચિંતવું જોઈએ કે જેથી એ ગધેડો ના થાય.
સંયોગ પ્રમાણે ભાવ થાય અને ભાવ પ્રમાણે સંયોગો થાય. એ બેઉ કારણ-કાર્ય છે. પણ કહ્યું તેવો ભાવ થવો એ સંજોગોને આધીન નથી. એ જ્ઞાનને આધીન છે. એ એની પાસે જે અનુભવ જ્ઞાન છે, એના આધીન છે.
જ્ઞાન પછી પોતે “હું શુદ્ધાત્મા છું' એ કરવાથી પોતે તેવો થતો જાય. આ પાપ બધા જ ચંદુના, તારે શું લેવાદેવા ? તું શુદ્ધાત્મા. આ તો પારકી વસ્તુ પોતાને માથે લેવાથી પોતે તે રૂપ થઈ જાય. પણ આ પાંચ આજ્ઞા એ વાપરે તો પોતે આત્મારૂપ રહે. એવું આ વિજ્ઞાન છે.
આ જગતમાં પોતે જેવું કહ્યું તેવો થઈ શકે. તેમાં લોકો પોતાને મનગમતું ને મનફાવતું, કલ્પનાથી સર્જન કરે છે. જેમ કે કોઈ ડૉક્ટર થવાનું, કોઈ વકીલ થવાનું, કોઈ સાત છોકરાંના બાપ થવાનું. શુદ્ધાત્મા થવાનું કહ્યું તો તેવોય થાય.
જ્ઞાન પછી નિર્વિચાર દશા, નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. હવે મનમાંથી વિચાર નીકળે એ શેય છે. શુદ્ધાત્મા થયા એટલે સંકલ્પ-વિકલ્પ ગયા.
વિચારમાં વિચર્યો, તન્મયાકાર થયો તો વિકલ્પ કહેવાય. મનને, વિચર્યો નહીં ને જુદું જોયું તો નિર્વિકલ્પ.
[૭.૨] અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ અચિંત્ય ચિંતામણિ એટલે જ્યાં આપણી કલ્પના ના પહોંચી શકે, ચિંતવી શકાય નહીં એવું સ્વરૂપ. એટલે મૂળ આત્માને “અચિંત્ય ચિંતામણિ
43