________________
કહ્યો છે. અચિંત્ય એટલે ત્યાં કલ્પના-ચિંતવન પહોંચી શકે નહીં. કોઈ શબ્દ પહોંચી શકે નહીં. એનો તોલ કોઈ કદી કરી શકે જ નહીં એવો અવર્ણનીય, અવક્તવ્ય, અચિંત્ય ચિંતામણિ છે. ચિંતામણિ એટલે જેવું ચિંતવો તેવું ફળ આપે એવો છે. એવા આત્માનું ચિંતવન પોતે કેવી રીતે કરી શકે ? એ તો જ્ઞાની પુરુષ પોતાના પાપ ધોઈ આપે ને દૃષ્ટિ આત્મસન્મુખ ફેરવી આપે, ત્યાર પછી એ અચિંત્ય ચિંતામણિ પોતાના હાથમાં આવે.
આત્મ સ્વરૂપ સિવાયનું ચિંતવન પુદ્ગલ પરમાણુને ખેંચે છે. અને એ પુદ્ગલ પરમાણુનો સંયોગ ભેગો થયો, તે તો પાછો વ્યવસ્થિત શક્તિને આધીન વિયોગ થઈ જશે. પણ આત્મ ચિંતવના થવાથી આત્માનો સંયોગ થયો, તેને કોણ વિયોગ કરાવી શકે ? અર્થાત્ પોતાને પોતાનાથી કોઈ છૂટો પાડી શકે જ નહીંને !
આ ઊંધા ચિંતવનથી મૂંઝવણ ઊભી થાય અને મૂળ સ્વરૂપના ચિંતવનથી નિરાકુળતા રહે.
પોતાના આત્માનું ચિંતવન પ્રાપ્ત થયા પછી એની મેળે સહજ રહ્યા જ કરે. પોતાને કશું કરવું ના પડે.
સ્વરૂપની અજ્ઞાનતામાં તો જે પોતાની જાતને માને, તેનું ચિંતવન કરે તેનાથી દિરા ચઢે તેવી દશા થવાની. તેમાં જેવું ચિંતવે તેવું પાછું થયા કરે. એ તો જ્ઞાની પુરુષ મદિરા ઉતારે ત્યારે પોતાના સ્વરૂપ ભણી ચિંતવન વળે. તેથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. માટે સંપૂર્ણ આત્માનુભવી જ્ઞાની પુરુષ હોય તેમને શરણે જા, તો તારું મોક્ષનું કામ થઈ જશે.
ક્રિયાઓ કરે છે એ ચિંતવન નથી પણ લાંચ લેવામાં વાંધો નહીં અથવા દાન આપવું જોઈએ એવો પોતાનો આશય ગોઠવે એ ચિંતવન છે. સિદ્ધ થવાનું ચિંતવન કરે તો સિદ્ધ થઈ જાય. શી રીતે સિદ્ધનું ચિંતવન કરવું તે માર્ગ જ્ઞાની પુરુષ પાસે જાણવો જોઈએ.
પોતે બહુ દુ:ખી છે એવું ચિંતવન કરે તો દુઃખી થઈ જાય. છે સુખમય છું' ચિંતવે તો સુખમય થઈ જાય.
44
તે ‘હું