________________
[૧૯.૧] જીવની દશાના ભાંગા
૩૧૭
છૂટી જાય, કોઝીઝ-ઈફેક્ટ. ત્યારે પછી બીજી દશા ઉત્પન્ન થાય છે, સાદિ સાંત. સાદિ સાંત એટલે સમ્યત્વની શરૂઆત થઈ ગઈ, તે ઠેઠ કેવળજ્ઞાન થતા સુધી સાદિ સાંતનો ભાંગો કહેવાય. સમ્યકત્વની શરૂઆત ને કેવળજ્ઞાનની પૂર્ણાહુતિ. પછી ચૌદમાં ગુંઠાણા સુધી જાય ત્યાં સાદિ અનંત કહેવાય. અને જે મોક્ષ, હા, સિદ્ધક્ષેત્રમાં જવાની આદિ છે પણ એનો અનંતકાળ છે.
સાદિ સાંત ભાંગામાં આવે ત્યારે પંચ પરમેષ્ઠિ
આ તો અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવ્યો ત્યારથી એનો વ્યવહાર ધર્મ ચાલુ થઈ જાય છે. વ્યવહાર ધર્મ ચાલુ થઈ જાય છે તે વ્યવહાર ધર્મમાં એ ઠેઠ એની આદિયે નથી ને અંતેય નથી. એટલે આમ વ્યવહારની આદિ દેખાય છે ખરી, પણ બંધન તરીકે અનાદિ અનંત બંધન છે. હવે એ જ્યારે કોઈ ફેરો જ્ઞાની પુરુષને એવો કંઈક જોગ બેસી જાય, એનું ઉપાદાન તૈયાર થાય ને નિમિત્ત છે તે ભેગું થઈ જાય ત્યારે એને કંઈક જ્ઞાન પ્રગટ થાય ત્યારે સાદિ સાંતના ભાંગામાં આવે. સાદિ સાંતના ભાંગામાં આવે ત્યારે પોતે જુદી દશામાં આવ્યા કહેવાય. ત્યારે એને પંચ પરમેષ્ઠિ કહેવાય છે.
જ્ઞાતી મળતા અતાદિ અનંતમાંથી અતાદિ સાંતા પ્રશ્નકર્તા દાદા, આપને ભેગો થાય પછી કયા ભાંગામાં જીવની શરૂઆત થાય છે ?
દાદાશ્રી : એ અનાદિ સાંત, એક તો અનાદિ અનંત. મને જે ભેગો ના થયો એ આ અનાદિ અનંતના ભાંગામાં છે અને ભેગો થઈ જાય તો અનાદિ સાંતમાંયે આવી જાય. સાંત થવાને યોગ્ય છે પણ એવો જોગ બેસવો જોઈએ અને ના જોગ બેસતો હોય તો અનાદિ અનંત છે. અને પછી મને ભેગો થયો એ અનાદિ સાંતના ભાંગામાં આવી ગયો. અને અનાદિ સાંતના ભાંગામાં આવ્યો એટલે એ બદલાય પછી, સાદિ સાંતના ભાંગામાં પછી એ લહેર કરે, મુકામ સાદિ સાંતમાં. જ્ઞાન મળ્યા પછી જે જ્ઞાનની આદિ થઈ, એની આદિ થઈ, શુદ્ધાત્માની આદિ થઈ અને