________________
૩૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
શુદ્ધાત્માનો અંત આવશે. એટલે એ સમકિત દશાનો અંત આવશે, જ્ઞાનીદશાનો અને પછી સિદ્ધદશા ઉત્પન્ન થશે, તે સાદિ અનંત છે. એની શરૂઆત આદિથી થશે, પણ અનંતકાળ છે. સાદિ સાંતને કીધી ઈન્દ્રિમ ગવર્મેન્ટ, શરૂઆત થઈ ડિસ્ચાર્જતી
પ્રશ્નકર્તા: દાદા, આપે જેમ કહ્યું કે સાદિ સાંતના ભાંગામાં લહેર કરે, તો એમાં જે બધું ભરેલું હતું, તે ડિસ્ચાર્જ થવાનું શરૂ થઈ ગયું.
દાદાશ્રી : ડિસ્ચાર્જ રહ્યું, ડિસ્ચાર્જ થવાનું શરૂ તો ક્યાંથી થયું? સાદિ સાંત સુધી. સાદિ એટલે અમે જ્ઞાન આપીએ, ત્યારથી સ-આદિ શરૂઆત થઈ ડિસ્ચાર્જ થવાની. અને જ્યારે નિર્વાણ થાય ત્યારે સ-અંત આવી ગયો, એ ડિસ્ચાર્જ થવાની સ્થિતિનો. અને પછી સાદિ એટલે કેવળ ચોખ્ખી સિદ્ધદશાની શરૂઆત થઈ અને એ અનંતકાળ સુધી રહેશે !
પ્રશ્નકર્તા દાદા, એ જ ઈન્દ્રિમ ગવર્મેન્ટ કીધી તે ? અને બધી ગૂંચોનો નિકાલ થઈ ગયો ?
દાદાશ્રી : તેથી ઈન્દ્રિમ ગવર્મેન્ટ કહીએ છીએ આપણે. સાદિ સાંતના ભાંગામાં ઈન્દ્રિમ ગવર્મેન્ટ છે. આ ઈન્દ્રિમ ગવર્મેન્ટનો બધો ઉકેલ આવી જશે. પછી ફુલ ગવર્મેન્ટ થઈ જશે.
ભગવાને કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. વાતેય તદન સાચી છે, પણ લોક સમજી ન શકે એવી વસ્તુ છે.
પ્રશ્નકર્તા એ કાંઈ સમજવું સહેલું નથી, દાદા. એ તો બહુ સૂક્ષ્મ વાત છે તે. સાધારણ માણસના મગજમાં ઊતરે એવી વાત નથી.
દાદાશ્રી : સાયન્ટિસ્ટોય ન સમજી શકે તેવી વાત છે. પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આમ ભાંગા સાથે બધું જ સમજે જગત, તો સમજાય. નહીં તો આ બુદ્ધિનો ખેલ નથી. બુદ્ધિએ બહુ વંઠેને ત્યારે માણસને બુદ્ધ બનાવે.