________________
૩૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
એ શરૂઆત થઈ પછી પણ અનંતકાળ સુધી રહેવાનું, એ સિદ્ધગતિમાં. આ વચલી સ્થિતિ સાદિ સાંતની. વસ્તુવતું ભાત થતા સાદિ સાંત, પૂર્ણત્વ થતા સાદિ અનંત
અનાદિ અનંત તો જગત છે જ, પણ જેનાથી આ વૈજ્ઞાનિક રીતે બંધાયો છે. વૈજ્ઞાનિક અસર થઈ છે, એ વૈજ્ઞાનિક અસર તોડી આપનાર જ્ઞાની પુરુષ મળે અને બન્ને વસ્તુને છૂટી પાડી આપે તો એનો અંત આવે. પછી અનાદિ અનંત હતું તેને બદલે અનાદિ સાંત આવ્યું. તારે આવી ગયું કાલે જ્ઞાન પછી. અને હવે પાછી નવી શરૂઆત થઈ સાદિ. આ દશા, નવી દશા, સાદિ સાંતની દશા. આ હવે દશા કઈ થઈ ? કે પહેલા અસ્તિત્વનું ભાન તો તને હતું, ‘હું છું.” હવે વસ્તુત્વનું ભાન થયું. શું થયું? “હું શું છું એનું ભાન થયું તને અને પૂર્ણત્વ થયું નથી ત્યાં સુધી સાદિ સાંતની દશા રહેશે અને પૂર્ણત્વ થશે ત્યારે સાદિ અનંત થશે. પૂર્ણત્વ એટલે સિદ્ધદશા. પૂર્ણાહુતિ થાય છે ત્યારથી, પૂર્ણાહુતિ થયા પછી એની શરૂઆત છે અને અનંતકાળ સુધી રહેશે.
સાદિ સાંતઃ સમકિત એ આદિ, કેવળજ્ઞાત એ અંત પ્રશ્નકર્તા: સાદિ સાંત એટલે તો મુક્તિમાં પહોંચી ગયાને?
દાદાશ્રી : સાદિ સાંત એટલે સ-આદિ. એને સમકિત થયું તેની આદિ છે અને તે કેવળજ્ઞાન સુધી, સ-અંત. સ-અંત, સાંતવાળું છે. સમકિત થયું ત્યારથી સાદિ થઈ, કારણ કે જે દૃષ્ટિ તીરછી હતી તેને બદલે સીધી થઈ, ત્યારથી સાદિ અને પછી સ-અંત. એ દશા કેવી છે ? સ-અંત. કેવળજ્ઞાન થાય એટલે સાંત દશામાં. ત્યારથી છેલ્લી દશા છે એ સાદિ અનંતનો ભાંગો છે. એટલે સિદ્ધદશા છે તેની આદિ શરૂ થઈ ગઈ અને અનંતકાળ સુધી રહેવાની છે. એટલે આ ભાગમાં જ્યાં સુધી ઉત્પન્ન ના થાય, ત્યાં સુધી એને આ અનાદિ અનંતના ભાંગામાં રહેવું પડશે.
આ દશા અનાદિ અનંત છે પણ અનાદિ સાંતવાળી થઈ શકે છે. એને સમ્યકત્વ થાય તો પછી આ દશા છૂટી જાય, કર્મ બંધાવાની દશા