________________
[૧૮] મોક્ષ
૩૧૩
પ્રશ્નકર્તા : યોગવશિષ્ઠમાં એક પ્રકરણ આખું નિર્વાણ' પર આપ્યું છે.
દાદાશ્રી : હવે યોગવશિષ્ઠમાં લખે છે એ બરોબર છે, પણ બીજાથી ના લખાય. યોગવશિષ્ઠ તો હંમેશાં એ શેના આધારે છે ? “અમે સર્વજ્ઞનું કહેલું કહીએ છીએ.” એટલે સર્વજ્ઞનું કહેલું એ માર્ગ જ નિર્વાણ માર્ગ.
મુક્તિ અને નિર્વાણનો ભેદ પ્રશ્નકર્તા: મુક્તિ અને નિર્વાણમાં જે ભેદ છે એટલો સમજાવો.
દાદાશ્રી : નિર્વાણ એટલે આત્યંતિક મોક્ષ અને મુક્તિ એટલે આ અત્યારે દુઃખોથી અભાવ વર્યા કરે. દુઃખોથી મુક્તિ અહીં સમાધિમાં રહ્યા કરે એ.
પ્રશ્નકર્તા: આપણે તો હવે નિર્વાણની જ વાત કરવી જોઈએ ને આ મુક્તિ તો વચલું સ્ટેપ છે ને ?
દાદાશ્રી : પણ હવે મુક્તિ શબ્દ તરીકે બોલવાનો વાંધો શું છે આપણને? આપણે નિર્વાણની વાત કરવી જોઈએ. આપણે નિર્વાણની જ વાત સાચી. આ તો વચ્ચે સ્ટેશન એક મૂકે, તે કંઈ આપણે ગાડી ઊભી ના રાખવી હોય તો ના રાખીએ અને કેટલાકને ઊભી રાખવી હોય તો ઊભી રાખે.
નિર્વાણ થયે પહોંચે સિદ્ધગતિમાં આ શરીર નિર્વાણ ક્યારે કહેવાય ? કે આ જગતની કોઈ ભૌતિક વસ્તુ રહી નહીં એટલે નિર્વાણ. હવે એને આત્મા પ્યૉર. હવે અહીં છે અને સિદ્ધ સ્થાનકમાં એનો મુકામ છે. સિદ્ધગતિમાં કોણ જાય ? ત્યારે કહે, અહીં જેનું નિર્વાણ થાય એ સિદ્ધગતિમાં જાય !
પ્રશ્નકર્તા નિર્વાણ કેવી રીતે થાય ?
દાદાશ્રી : કર્મો ખલાસ થઈ જાય ત્યારે. ચૌદમું ગુણસ્થાન ઉત્પન્ન થાય ત્યારે કર્મો ખલાસ થઈ જાય, બધું ખલાસ થઈ જાય.