________________
૩૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : દેહનો મોક્ષ લખ્યો છે એ શું ?
દાદાશ્રી : આ દેહનું નિર્વાણ ના થાય આ ભવમાં, એક અવતાર કરવો પડે. પછી શરીરનો હઉ મોક્ષ થાય. આત્માનો મોક્ષ અને શરીરનો મોક્ષ. બેઉ બંધાયા'તા ને બેઉ છૂટા થઈ જાય ! સહુ સહુને રસ્તે, ઘેર !
પ્રકાશસ્વરૂપી આત્મા, નિર્વાણે ફેલાય બ્રહ્માંડમાં પ્રશ્નકર્તા : આત્મા જ્યારે નિર્વાણ પામે છે ત્યારે પ્રકાશ બધે ફેલાય છે, તો એ કેવી રીતે ?
દાદાશ્રી : તે આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાઈ જાય. આ દેહમાંથી નીકળ્યો પ્રકાશ કે તરત આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય, ભાજન પ્રમાણે. જેટલું ભાજન મોટું હોયને એ બધે ફેલાય. આવરણવાળા લોકોને ના ફેલાય. જે નિર્વાણ થવાના, મોક્ષે જતા એમને આવરણ નહીંને, એટલે બધે ફેલાઈ જાય પ્રકાશ.
આત્મા જ્યારે દેહ છોડીને મોક્ષે જાય છે ત્યારે એનું સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે. એનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. ત્યાર પછી એ સિદ્ધક્ષેત્રમાં જાય છે, સિદ્ધ બની જાય છે.
આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાય. આખા બ્રહ્માંડના જીવો પર શાંતિ વર્ત, પ્રકાશ ફેલાય છે. પ્રકાશની અસરથી બધા જીવમાત્રને, ઝાડ-પાન બધાને સુખ વર્તે.