________________
આવવાથી પોતે જેવું કલ્પે એવો થાય છે. તે કલ્પના વિકલ્પ થાય છે, ને વિકલ્પથી સંસાર ઊભો થઈ જાય છે.
શુભ વિકલ્પ કરે કે હું દાન આપું તો તેવું ફળ મળે ને અશુભ વિકલ્પ કરે કોઈને મારવાનું, તો તેવું ફળ મળે.
મૂળ આત્મા કલ્પના કરતો નથી. ‘પોતે’ કોઈ જાતની કલ્પના કરી કે વિકલ્પ થયો.
કલ્પ એ રિયલ સત્ય છે અને વિકલ્પ એ રિલેટિવ સત્ય છે. એટલે કલ્પ એ અવિનાશી કરેક્ટ છે અને વિકલ્પ એ વિનાશી પણ કરેક્ટ જ
છે.
કલ્પ એ ખુદ છે અને સંજોગોના દબાણથી ને સ્વરૂપની અજ્ઞાનતાથી
વિકલ્પી થાય છે. હવે જો જ્ઞાન મળે તો પોતે નિર્વિકલ્પી થાય. તો પાછો પોતે કલ્પ થઈ જાય અંતે.
મૂળ આત્મા તે કલ્પ, ‘હું ચંદુ’ તે વિકલ્પ અને ‘હું શુદ્ધાત્મા છું’ એ નિર્વિકલ્પ. આમાં આત્મા તો શુદ્ધ જ રહ્યો છે. આત્મા પોતે બદલાતો નથી, માત્ર પોતાની બિલીફ બદલાય છે કે ‘આ હું છું.’ ‘હું ચંદુ છું’ એ
વિશેષભાવ થયો કે વિકલ્પ થયો.
‘હું છું’ એ આરોપિત જગ્યાએ અજ્ઞાનતાથી બોલવામાં આવે છે, એને વિકલ્પ કહ્યો. ‘હું ચંદુ છું, આનો મામો છું, હું બી.કોમ. છું' એ વિકલ્પ. ‘હુંપણું’ જ્યાં આત્મા સિવાય અન્ય જગ્યાએ આરોપ કર્યું તે વિકલ્પ અને મારાપણાનો આરોપ કર્યો, કે ‘આ પેન મારી છે, આ દેહ મારો છે’ એ સંકલ્પ કહેવાય. જેને એ ‘હું’-‘મારું’ જતું રહે તો એ નિર્વિકલ્પ થયો.
પોતે કલ્પસ્વરૂપ છે પણ નિર્વિકલ્પ કહેવાયો, કારણ કે વિકલ્પ કરીને ઊંધો ગયો, તે નિર્વિકલ્પથી પાછો આવ્યો મૂળ સ્વરૂપમાં માટે.
બંધાયેલો હોય તેને ‘મોક્ષ' કહેવું પડે, પણ મોક્ષમાં હોય તેને મોક્ષ શેનો કહેવાનો ?
વિકલ્પથી સંસાર ઊભો થયો અને નિર્વિકલ્પથી મૂળ સ્વરૂપમાં આવે.
41