________________
છે, તેથી આત્માના જ્ઞાનની બિલીફ બદલાય જાય છે કે આ જે અવસ્થા દેખાય છે તે હું છું. છતાં દ્રવ્ય સ્વરૂપે આત્મા એવો જ રહે છે. બિલીફથી પરમાણુ ખેંચાય છે અને તે પરમાણુ પોતે જ સ્વાભાવિક રીતે આંખ-કાન બધું દેહ આખો તૈયાર થઈ જાય છે.
અનંત અવતારથી ચાર ગતિમાં જવા છતાં પણ આત્મા જરાય બગડ્યો નથી, એવો ને એવો જ સ્વચ્છ છે. એ મહીં ટંકોત્કીર્ણ છે. પુદ્ગલ એને મોક્ષે જતા અટકાવતું નથી કે આત્મા પુદ્ગલને ઉશ્કેરતું નથી. બેઉ પોતપોતાના સ્વભાવમાં જ છે. પોતે દેહમાં રહેવા છતાં દેહને ને પોતાને કોઈ જાતનો વ્યવહાર થયો નથી. દેહનો કાટ પોતાને ચઢ્યો નથી, પોતાનો કાટ દેહને ચઢ્યો નથી એવા તદ્દન જુદા જ છે.
દેહમાં शुद्ध ચેતન ઢંકોત્કીર્ણ સ્વભાવવાળું છે. એ સ્વભાવથી ક્યારેય તન્મયાકાર થયું નથી. એ સર્વથા જુદું જ રહે છે, ફક્ત ભ્રાંતિથી તન્મયાકાર ભાસે છે. શુદ્ધ ચેતન તમામ પૌલિક પર્યાયો જ્ઞાતા-દ્રષ્ટા માત્ર રહે છે.
એ ટંકોત્કીર્ણ સ્વભાવને લઈને માત્ર બે કલાકમાં ભેદવજ્ઞાનથી આત્મા જુદો થઈ શકે છે. નહીં તો કેટલાય કાળથી બગડેલું અંદર શી રીતે ચોખ્ખું થાય ? જ્ઞાની પુરુષ લાઈન ઑફ ડિમાર્કેશન (ભેદરેખા) કરી આપે કે આ આત્મા ને આ અનાત્મા. એટલે પોતાને ભાન થઈ જાય કે ‘હું શુદ્ધાત્મા છું.’ પછી એક-બે અવતારમાં મુક્ત થઈ જાય.
આ તો કહેશે, ‘મારા પર્યાય બગડી ગયા' પણ એમાં કશુંય ગભરાવા જેવું જ નથી. કોઈ કોઈને કશું કરી શકે જ નહીં, તો બગડે શી રીતે ? ટંકોત્કીર્ણ એટલે મને કોઈ બાંધી શકે એમ છે જ નહીં, હું જુદો જ છું. હું કોઈની શક્તિના આધારે જીવતો નથી, મારી પોતાની શક્તિથી જીવી રહ્યો છું.
[૭] કલ્પસ્વરૂપ-અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ
[૭.૧] કલ્પસ્વરૂપ
આત્મા એ કલ્પસ્વરૂપ છે. એ કલ્પસ્વરૂપ ઉપર સંજોગોનું દબાણ
40