________________
ટંકોત્કીર્ણ એટલે કોઈ એક વસ્તુ બીજી કોઈ વસ્તુમાં ભળે નહીં. સંયોગ સ્વરૂપે રહે, એકબીજા સાથે રહે છતાં કશું અસર જ ના થાય. એમાં કોઈ ફેરફાર ના થાય, કશું જ ના થાય. અને એટલે જ જ્ઞાની પુરુષ એને છૂટા પાડી શકે !
આત્મા પહેલેથી શુદ્ધ જ છે. ત્યાં આત્મામાં અશુદ્ધિ ને શુદ્ધિ કશું હોતું જ નથી. ફક્ત આવરણ ચઢ્યા છે, તેય કુદરતી છે. કોઈએ કર્યું નથી કે એણે પોતે કરાવડાવ્યું નથી. માત્ર સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે.
છ તત્ત્વો શરીરમાં છે પણ એ છએ તત્ત્વો શરીરમાં કોઈ કોઈને એકાકાર થયા નથી, ટંકોત્કીર્ણ છે. પોતાના ગુણધર્મ છોડે નહીં, ભેગા હોવા છતાંય.
આ જગતના જે અવિનાશી તત્ત્વો છે તે બધા જ સંકોત્કીર્ણ સ્વભાવના છે. એટલે એક તત્ત્વ બીજા તત્ત્વને કંઈ પણ ના કરી શકે. પોતે પોતાનું જ કરી શકે, બીજા તત્ત્વનું કંઈ પણ ન કરી શકે.
છયે તત્ત્વો નિર્લેપ છે, નિત્ય છે. એ કોઈ કોઈમાં ભળે એવા નથી, કોઈ કોઈને હેલ્પ કરે એવા નથી, કોઈ કોઈને નુકસાન કરે એવા નથી, છતાં ભેગા રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે નહીં એવો જગતનો નિયમ છે, કારણ કે એ બધી વસ્તુઓ ટંકોત્કીર્ણ છે.
આ વીંટીમાં સોનું અને તાંબુ બે મિલ્ચર છે. બન્ને ભેળસેળ છે છતાં ટંકોત્કીર્ણ રહ્યા છે, તાંબુ તાંબાના સ્વભાવમાં અને સોનું સોનાના સ્વભાવમાં છે. કમ્પાઉન્ડ થઈ ગયું હોત તો સોનાનો સ્વભાવ બદલાઈ જાત, તાંબાનોય સ્વભાવ બદલાઈ જાત ને નવી જ જાતનું ઉત્પન્ન થઈ જાત. પણ આ બન્ને ધાતુ પોતપોતાના સ્વભાવમાં રહે છે અને પ્રયોગથી બન્નેને છૂટા પાડી શકાય.
એવું આ શરીરમાં છ વસ્તુઓ (તત્ત્વો) ભેગા રહ્યા છે છતાં કોઈ કોઈનું કશો ફેરફાર થયો નથી. ટંકોત્કીર્ણ સહેજ ફેરફાર ના થવા દે. મૂળ વસ્તુ અવિનાશી ભાવે રહેલી છે. રૂપી તત્ત્વને લઈને આખું જગત ઊભું થયેલું છે. રૂપી તત્ત્વ મૂંઝવે
[39