________________
છે રૂપ. અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. કે હાથ નહીં, પગ નહીં એમ કરતા કરતા જે અબાધ્ય બાકી રહે એ આત્મા છે.
ધણી મરી ગયો હોય, રોકકળાટ થાય, ભોગવટો રહે. છતાં રાત્રે આમ કળ વળે ને ઊંઘ આવી જાય, તે અબાધ્ય અનુભવ. એની ખોટ કંઈ ઘટી ? ખોટ તો હતી તેની તે જ છતાં એને દુઃખમાંય મહીં ઠંડકનો અનુભવ થાય છે, તે આત્મા છે. તેથી જીવમાત્ર જીવી શકે
દાદાશ્રી કહે છે કે અમને અબાધ્ય અનુભવ ઉત્પન્ન થાય છે તે મહીં આત્માનો છે, તે વાત નાનપણથી સમજાઈ ગયેલી. ભયંકર દુ:ખમાં સુખ ક્યાંથી આવ્યું અત્યારે ? તપાસ કરતા જડે કે એ આત્માની હાજરી છે અંદર તેથી સુખ આવે છે. એ હતું જ અંદર, એ આત્માનું અબાધ્ય સ્વરૂપ.
[9] ટંકોત્કીર્ણ ટંકોત્કીર્ણ એ લોકભાષાનો શબ્દ નથી, એ બહુ ગૂઢાર્થવાળો પારિભાષિક શબ્દ છે. તીર્થકર ભગવંતોના મુખારવિંદથી નીકળેલો આગવો શબ્દ છે. એનો એક્કેક્ટ અર્થ જ્ઞાની પુરુષ સિવાય કોઈ સમજી શકે નહીં, સમજાવી શકે નહીં.
ટંકોત્કીર્ણ શબ્દ પરમાર્થ ભાષાનો છે, સ્વાનુભવ તેનું પ્રમાણ છે. કેવળજ્ઞાન અપાય ત્યારે જ આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ શબ્દ સમજાય તેવો છે.
એ શબ્દ બહુ ભારે છે. કોઈનું ગજું નથી એનો અર્થ કરવા માટે. સહુ સહુની ભાષામાં અર્થ કરે, પણ છેવટે ભાષાનો સાચો અર્થ જ્ઞાની પુરુષ સમજાવે. પણ મૂળ વસ્તુ કહેવા માટે શબ્દો હોતા નથી. મૂળ વસ્તુ શબ્દાતીત છે, એને માટે સંજ્ઞાસૂચક શબ્દો હોય. જેમ આત્મા એ વસ્તુ માટેય સંજ્ઞાસૂચક શબ્દ છે. કારણ કે એનું નામ ના હોય, રૂપ ના હોય, કશુંય ના હોય, માત્ર સંજ્ઞા.
જેમ તેલ અને પાણી ગમે તેટલું ભેગું કરો તો તે એકાકાર ના થાય. અને વિજ્ઞાનના પ્રયોગ કરીને બે છૂટા પડે. એ ટંકોત્કીર્ણ ગુણ એવો છે કે કોઈ વસ્તુને ભેળસેળ ના થવા દે, જુદી ને જુદી જ રાખે. મિચર થાય, કમ્પાઉન્ડ ના થવા દે.
38