________________
પોતે અવ્યાબાધ સ્વરૂપે છે. પોતાના અવ્યાબાધ સ્વરૂપને કંઈ પણ હરકત કરનારું આવે તેને પોતે “આ બધું પરભાર્યું છે, હોય મારું એમ બોલે કે છૂટું પડી જશે. જો છૂટું ના પાડે તો બોજો લાગે, ખેંચ્યા કરે.
આ જ્ઞાન મળ્યા પછી પોતે જ્ઞાનદશાની શ્રેણીઓ માંડી શકે. “ શુદ્ધાત્મા છું' ભાન થયે આ સંસાર સમુદ્રમાં કિનારો પગને ટચ થયો, નહીં તો ગોઠવાતો જ નહોતો એવી હાલત હતી. પગ મૂકાયો તે અનુભવ પછી અંશે અંશે વધતો જાય. એમ કરતા કરતા અવ્યાબાધ સ્વરૂપનો જે અનુભવ થાય એ ઊંચામાં ઊંચો અનુભવ થયો કહેવાય. આ કાળમાં જ્યાં સુધી ઊંચે પહોંચાય ત્યાં સુધી પહોંચ્યો કહેવાય. દાદાશ્રીને જેવો અનુભવ થયો તેવો થયો કહેવાય.
હું શુદ્ધાત્મા છું' ભાન થયે અનુભવ શ્રેણીઓ શરૂ થઈ જાય. છતાં જીવડું પગ નીચે વટાઈ ગયું તો પોતાને શંકા પડે, નિઃશંકતા ના રહી, તે માટે ચંદુભાઈ પાસે આપણે પ્રતિક્રમણ કરાવવું કે તમે જીવડું વાચ્યું તેનું પ્રતિક્રમણ કરો. એમ કરતા કરતા સૂક્ષ્મ ભાવની અનુભવ શ્રેણી પ્રાપ્ત થશે ત્યારે પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે એમ લાગશે, દેખાશે ને અનુભવમાં આવશે. પછી શંકાય નહીં પડે. એટલે સૂક્ષ્મ ભાવની અનુભવ શ્રેણી પૂર્ણ થઈ ક્યારે કહેવાય કે હું અવ્યાબાધ સ્વરૂપ છું' એમ અનુભવ થઈ જાય ત્યારે.
[૫.૨] અબાધ્ય સ્વરૂપ | ગમે તેટલા દુઃખમાંયે માણસને મહીં કળ વળે ને ઊંધી જાય છે, તે એને અબાધ્ય અનુભવ થાય છે તેથી દુઃખમાંય જીવી શકે છે. એનું દુ:ખ ખરેખર જતું રહેતું નથી, દુઃખ એટલું ને એટલું જ છે. એને શરીર દુઃખે છે, દાઝી ગયું છે પણ કળ વળે છે, ક્યારેક થોડીવાર માટે ઊંઘ આવી જાય છે, તે આત્મા અંદર અબાધ્ય સ્વરૂપે રહેલો છે એનો અનુભવ કરાવે છે.
એક્સિડન્ટ થયો હોય, પાંચ કલાક સતત દુઃખ ભોગવતો હોય, ચેન પડતું ના હોય તોયે છઠ્ઠા કલાકે થોડીવાર સુખ આવે ને ઊંધે. એ શરીરને વેદના છે, પણ પોતે આત્મા જુદો છે અંદર. તે પોતે પોતાને અબાધ્ય અનુભવ થાય ત્યારે મહીં સુખ વર્તે, ભયંકર દુઃખ વખતે પણ. શ્રીમદ્ રાજચંદ્રજીએ કીધું છે ને કે જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે
[37