________________
[૧૮] મોક્ષ
૩૦૭
દાદાશ્રી: મોક્ષ તો કરોડો અવતારે ને કરોડો વર્ષોય પછી ના થાય. ભગવાને શું કહ્યું છે કે ઉપશમ સમકિત થયા પછી અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં આવે. ત્યાર પછી અબજો અવતાર બાકી રહે. નહીં તો લોકોને તો પરંપરા અવતારની છે. પણ એમાંથી આ સમકિત થવાથી અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં આવ્યો. કહે છે. બોલો, ક્યારે મેળ પડે ? એટલે હિન્દુસ્તાનમાં જન્મ કો'ક ફેરો થવો અને આ મેળ પડી ગયો તો પડી ગયો, નહીં તો રામ તારી માયા ! તમારો તો મોક્ષ થઈ ગયો છે ને ? નિંરતર મોક્ષ રહે છે ને અહીંયા ? હવે બીજો (કાર્ય) મોક્ષ થશે કાયમને માટે.
ભગવાને કહ્યું કે “આ કાળમાં મોક્ષ બંધ છે પણ મોક્ષમાર્ગ બંધ નથી થયો, મોક્ષમાર્ગ ચાલુ છે.’ લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઈ ગયો, એટલે આડા માર્ગે ચાલવા માંડ્યું છે. એકવીસ હજાર વર્ષ જેનું (ભગવાન મહાવીરનું) શાસન છે, તો મોક્ષમાર્ગ બંધ થઈ ગયો હોત તો તે શાસનની જરૂર જ શી છે ? તે સમજ્યા નહીં. અહીં “કારણ મોક્ષ થઈ જાય છે. મોક્ષમાર્ગથી ‘કાર્ય મોક્ષ નથી થતો. તે મોક્ષ ૯૯,૯૯૯ સુધી પહોંચે છે, લાખ પૂરા થતા નથી. મોક્ષ બે પ્રકારના છે : (૧) કારણ મોક્ષ (૨) કાર્ય મોક્ષ. આ કાળમાં “કારણ મોક્ષ ચાલુ છે અને કાર્ય મોક્ષ બંધ છે. કારણ મોક્ષ થયા પછી ઓછામાં ઓછો એક અવતાર કરવો પડે. અમે કલાકમાં કારણ મોક્ષ આપીએ છીએ. અત્યારે તો ગજબનો મોક્ષમાર્ગ ચાલુ છે. અમે શાસનના શણગાર છીએ !
આજ્ઞા તા પાળે તો કરી નાખે પાછો હજારો અવતાર
“કારણ મોક્ષ થઈ ગયો, પણ આપણું જ્ઞાન કેવું છે કે એ જ્ઞાન એને આજ્ઞાપૂર્વક રહે તો જ કામનું. જો આજ્ઞામાં ના રહ્યો તો જ્ઞાન ઊડી જશે. કારણ કે આજ્ઞા જ મુખ્ય છે. વાડ ના હોય તો ઊડી જાય બધું. એટલે આ જ્ઞાન લીધા પછી તમે આજ્ઞામાં આવી જશો અને ત્યારે મોક્ષેય મળી ગયો હશે.
પ્રશ્નકર્તા: અમ મહાત્માઓને, જેમણે જ્ઞાન લીધું છે આ જિંદગીમાં, તેમને એક-બે-ત્રણ અવતાર ખરા કે પાંચ અવતાર પણ થાય કે દસ પણ થાય કે વધારેય થાય ?