________________
૩૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જાય, તો આ સંસારના નાશની તે ભાવના કરી કે સંસાર ના હો ! અને આ સંસાર એ તો આત્માનું ડેવલેપમેન્ટ છે. આત્મા મૂળ તો ડેવલપ થયેલો જ છે. આત્મા તો પોતે આત્મા જ છે પણ આ આપણી અત્યારે એવી શ્રેણી ઉત્પન્ન થયેલી છે, તે પદ્ગલિક માન્યતામાં રૂઢ થઈ ગયેલા છીએ. તે માન્યતાઓ ખસતી ખસતી ખસતી ખસતી મૂળ ચૈતન્યસ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા ઃ એટલે કોઈ આત્મા મોક્ષે પહોંચી જ નથી શકતો ?
દાદાશ્રી : અરે, બધા ઘણા પહોંચી શકે છે ને હું મોક્ષમાં જ, અત્યારેય મોક્ષમાં જ છું.
પ્રશ્નકર્તા : એવું કેમ ના બની શકે કે બધા જ આત્મા મોક્ષે જતા રહે ? પોસિબલ ખરું?
દાદાશ્રી : આખું જગત મોક્ષે જાય એવી ભાવના ભાવવાનો અધિકાર છે મનુષ્યને, પણ એ રૂપકમાં ક્યારેય આવે નહીં. એ રૂપકમાં ક્યારે આવશે કે મા ને છોકરો બે સરખી ઉંમરના થશે ત્યારે ! મા ને છોકરો બે સરખી ઉંમરના થશે કોઈ વખત ? જો છોકરો ને મા બે સરખી ઉંમરના જે દહાડે થાય, તે દહાડે આ જગત આખું મોક્ષે જતું રહેશે.
પ્રશ્નકર્તા તીર્થકરોના સમયમાં જે આત્મા આવે, એનો જ મોક્ષ થાય કે બીજા કોઈનો ? એટલે આપના સમયમાં અમે આવ્યા, તો અમારો મોક્ષ થાય કે બીજાનો પણ થાય, બીજા સમયમાં ?
દાદાશ્રી : બધાનો મોક્ષ તો થવાનો જ છે, વહેલે-મોડે. એનો ક્રમ છે. એક સમયે એકસો આઠ જીવ મોક્ષે જયા કરે છે, પ્રવાહ રૂપે. અને એકસો આઠ જીવ એટલા બહારથી આ વ્યવહારમાં આવે છે. આ વ્યવહારમાં એક જીવ વધતો-ઘટતો નથી. વ્યવહાર પરિપૂર્ણ છે. અબજો અવતારે ન મળે, તે એક ક્લાકમાં થાય કારણ મોક્ષ
પ્રશ્નકર્તાદાદા, આત્માનો મોક્ષ થવાનો ઓછામાં ઓછો સમય
કયો ?