________________
૩૦૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : હં... એ તો જેવી આજ્ઞા પાળી હોયને ! આજ્ઞા ના પાળી હોય તો પાંચ હજાર અવતારેય થાય. અને આ બીજા લોકોને તો, એમને તો કરોડો અવતારેય ઠેકાણું ના પડે.
પ્રશ્નકર્તા : કરોડો અવતાર એટલે કેટલી ચોવીસી જાય ?
દાદાશ્રી : હા, એ તો અર્ધ પુદ્ગલ પરાવર્તન. એટલે શું ? આ દુનિયામાં જેટલા પુદ્ગલ છે, એ બધા પરાવર્તન પામે ત્યારે એવું ઠેકાણું પડે.
પ્રશ્નકર્તા : એ બધા પુગલ પરાવર્તન થાય ત્યારે !
દાદાશ્રી : હા. આ. અર્ધ પગલ. લોક હજુ આખામાં છે, પણ પેલા અર્ધ પુદ્ગલમાં આવ્યા, કહે છે. એટલે આ તો બધા ભટકવાના માર્ગ. આ તો કોક ફેરો આવો માર્ગ મળી આવે, તે કર્મ બંધાતા અટકે ત્યારે રાગે પડે. અક્રમ તોડે સમસરણ આવરણ, થાય દર્શત-જ્ઞાત-ચારિત્ર
પ્રશ્નકર્તા : દાદા, એકવાર એવી વાત થઈ હતી કે કર્મો બધા ખપાવી નાખે તોયે મોક્ષ ના થાય.
દાદાશ્રી : કારણ કે આનું આવરણ છે, સમસરણ માર્ગનું. બે જાતના આવરણ. ભગવાને શું કહ્યું કે સમસરણ માર્ગનું આવરણ તૂટે અને કર્મ ખપે તો મોક્ષ. તો આપણે કર્મ તો ખપાવા છે. પણ કર્મ ખપાવવા જઈએ તો તો આપણે બધા એવા હોશિયાર છીએ કે એક ખપાવવા જાય તો ચાર પાછો લઈને આવે, ખરીદીને આવે. જાત્રાએ જાય તો બે ખપાવે અને બીજા પાંચ-દસ કમાણી કરીને આવે, બીજા લઢીને આવે. એટલે ક્યારે પાર આવે આનો ? ઊલટો અહીં બે કર્મ ખપાવવા ગયો તો બીજા લઈને આવે. ત્યાં રસોડામાં બૂમાબૂમ કરે, ફલાણું કરે. ઊલટા લઈને આવે, ખરીદીને આવે. એટલે હું જાણું કે આ તો લોક ખરીદી કરી લાવે એવા છે. ઊલટા, ખોટ ખાય એવા છે. એટલે આપણે એ કર્મને બાજુએ રાખ્યા. વચ્ચેના ઊડાડી મેલ્યા. હવે ગોડાઉન ખાલી કરો. ‘તે આ બધા અમે કરીશું કહે છે, “તમે