________________
[૧૮]
મોક્ષ પોતે અંદર મુક્તિ ભોગવે એ શરીર સાથે મોક્ષ પ્રશ્નકર્તા ઃ એક શરીર સાથેનો મોક્ષ અને બીજો શરીર વગરનો મોક્ષ કહ્યો એ શું ?
દાદાશ્રી : શરીર સાથે મોક્ષ તો આ એક જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાન આપે, ત્યારે એ તો પોતે અંદર મુક્તિપણાનું સુખ ભોગવે શરીર છે છતાંય. પણ હવે શરીર ધીમે ધીમે જશે એટલે પેલો સંપૂર્ણ થાય. તે આ સંપૂર્ણ એને આત્યંતિક મોક્ષ કહેવાય.
અમને હઉ લોકો અશરીરી કહે, અશરીરી. દેહાતીત એટલે અશરીરી.
પ્રશ્નકર્તા: પશ્ચિમના વૈજ્ઞાનિકોએ મોક્ષને સમજવા પોતાનો પ્રયત્ન કરેલો. અને એમાં એવી કલ્પના કરેલી કે મોક્ષ કોઈ એક એવી સ્થિતિ નથી પણ નિરંતર એનો વિકાસ થયા જ કરે છે કે તમે આ જગત માટે અમુક ઊંચામાં ઊંચી સ્થિતિ પર પહોંચી ગયા અને અહીંનો મોક્ષ અને એનાથી ઊંચું જગત હોય, એને એ સ્થિતિ પર પહોંચે તો એ એનાથી ઊંચો મોક્ષ હોય. એટલે કે મોક્ષ કોઈ સ્થિર સ્થિતિ નથી પણ નિરંતર આગળ ને આગળ જનારી વિકાસશીલ સ્થિતિ છે, એવું એમણે સમજવા ટ્રાય (પ્રયત્નો કર્યો.