________________
[૧૭] ઊર્ધ્વગામી
૨૯૫
દાદાશ્રી : વિચરવાની જરૂર જ નહીં. એ જ્યારે છેલ્લા અવતારમાં છૂટને, એટલે આ એરંડો હોય છે ને, તે ફૂટે છે ત્યારે બીજ છે તે ઊંચું થઈને કૂદે છે, ઊંચું થઈને ફૂટે. તેમ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી અને આ જડનો સ્વભાવ અધોગામી. તે જેટલું જડ વધારે ચોંટેલું હોય એટલું નીચે લઈ જાય અને જડ ઓછું થાય તે ઊંચે લઈ જાય. અને બીજું એક એ કે પૂર્વ પ્રયોગના એટલે પહેલાનો જે આપણે હિસાબ બાંધેલો કે અમારે મોક્ષ જવું છે, તે એનું ધર્માસ્તિકાય નામનું જે સાધન હોય છે, તે એને પહોંચાડે છે. ધર્માસ્તિકાય તે એને ઠેઠ પહોંચાડી દે. પોતાનો સ્વભાવ તો જ પણ ધર્માસ્તિકાય એને મદદ કરે છે, જેમ વહેતા પાણીમાં માછલી જાય એટલે પાણીય જોર કરે અને માછલીય ચાલે એવી રીતે.
એટલે આ તો બધું તમે વાત પૂછ પૂછ કરોને, તો બધા ખુલાસા મળે. અમારી જોડે બેસીને પૂછવું જોઈએ.
સ્વાભાવિક ઊર્ધ્વગમત પણ લઈ જાય ગતિસહાયક
આત્મામાં ગતિનો ગુણ નથી પણ સ્વાભાવિક ઊર્ધ્વગમન છે. આત્માનો સિદ્ધગતિ ભણી ગમનવાળો સ્વભાવ છે. મોક્ષે કોણ લઈ જાય છે? કારણ શરીર નહીં અને સૂક્ષ્મ શરીર નહીં એટલે આત્મા જ રહે. આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે. તેથી આત્માની ઊર્ધ્વગતિ થાય ને ગતિસહાયક તેને લઈ જાય, સ્થિતિસહાયક એને ત્યાં સ્થિર કરી દે છે સિદ્ધગતિમાં.