________________
[૧૭] ઊર્ધ્વગામી
મૂકે એટલે ડૂબીને નીચે બેસે. તુંબડાનો સ્વભાવ ઉપર આવવાનો છે ને ચોપડેલી માટીનો સ્વભાવ નીચે લઈ જવાનો છે. પણ પછી એ માટી એવી વસ્તુ છે કે કો’ક દહાડો પાણી એને ઓગાળે. બે દહાડે-ચાર દહાડે થોડી, થોડી થોડી થોડી ઓગળતી જાય. તે એ જેમ જેમ ઓગળેને, તેમ એ એક દોરો ઊંચું આવતું જાય. નીચેથી બે જ દોરા ઉપર ચડી હોય, પછી જરા વધારે ઓગળે તો ત્રણ દોરા, એમ કરતા કરતા જેમ ઓગળતી જાય, તેમ ઉપર ચડતું જાય. જેમ ઓગળતી જાય તેમ ઉપર ચડતું જાય. તે માટી જ્યારે ઓગળી ૨હે ત્યારે તુંબડું ઉપર આવીને ઊભું રહે. એ એનો ઉપ૨ જવાનો સ્વભાવ જ છે અને આ માટી ખરી પડવી જોઈએ. પણ માટી જોડે જોડે વળગતી જાય છે, એવું થાય છે. એ પુદ્ગલનો સ્વભાવ છે.
આત્મા સ્વભાવે ઊર્ધ્વગામી, વિભાવે બતે અધોગામી
પ્રશ્નકર્તા : માટી એ કર્મ ?
૨૯૧
દાદાશ્રી : એ કર્મ કહો, પુદ્ગલ કહો, જે કહો તે, આત્મા સિવાય બીજું બધું.
આત્માનો સ્વભાવ કેવો છે કે ઊર્ધ્વગામી સ્વભાવ છે. એટલે સ્વભાવના આધારે જઈ શકે છે. અને પાડે છે કોણ ? એના જે વિભાવ એટલે નુકસાન કરનારા ભાવ, બીજા લોકોને નુકસાન કરનારા અને બુદ્ધિ ઉત્પન્ન થવાથી નીચા પાડે છે. તે અમુક સ્ટેજમાં આવે ત્યારે બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને બુદ્ધિ ઉત્પન્ન થાય ત્યારે પોતે બીજાની જોડે ‘હું ને બીજા' એમ ભાન પ્રેરવાથી એમની જોડે જે રાગ-દ્વેષ થાય છે, ને તેનાથી ખરાબ કર્મો બંધાય જાય છે. તે એ જે છે એ અનાત્મ વિભાગ એને નીચે ખેંચે છે ને આત્મ વિભાગ એને ઉપર ખેંચે છે. અનાત્મ વિભાગનું જોર થાય એટલે નીચે જાય અને અનાત્મનું જોર ઓછું થાય ત્યારે આત્મા ઉપર ચડી જાય.
વિભાવિક શક્તિથી અધોગામી, પુરુષાર્થથી ઊર્ધ્વગામી
પ્રશ્નકર્તા : પુદ્ગલનો અધોગામી સ્વભાવ છે, એમાં આત્માનો પુરુષાર્થ છે ?