________________
૨૯)
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : હા, પ્રાકૃતિક ગુણ છે. એ લોડ (વજન) બહુ વધી જાય તો નર્કમાં લઈ જાય ઠેઠ અને એ લોડ બહુ હલકો થઈ જાય તો દેવગતિમાં જાય.
જેટલું પુદ્ગલ ભેળું કરે એટલું વજન વધે તો અધોગતિમાં લઈ જાય. વજન ઘટે તો ઉપર લઈ જાય અને વજન વધે નહીં, ઘટે નહીં એટલે મોક્ષમાં જાય.
પૌદ્ગલિક ભાવ-ઈચ્છાને આધારે અધોગામી પ્રશ્નકર્તા: શાસ્ત્રોમાં એ શાના માટે કહ્યું હશે કે સિદ્ધશિલા સુધી જીવ જઈ આવ્યો છે, અનંતીવાર જઈ આવ્યો, અનંતીવાર ચોવીસીમાં ફરી આવ્યો, પાછો કેમ આવ્યો છે તો પછી ?
દાદાશ્રી : હા, તે પાછો જ આવેને ! એવું છે ને કે આત્મા સ્વભાવે ઊર્ધ્વગામી છે અને પૌગલિક ભાવના આધારે અધોગામી છે. એટલે પૌગલિક ભાવ વધી જાય તેમ તેય નીચે ઊતરતો જાય. અને એક બાજુ આત્માને ઊંચે લઈ જવું એ એનો સ્વભાવ જ છે. મોક્ષે જવું એ એનો સ્વભાવ જ છે, પણ પોગલિક ભાવ એને પાછા નીચે લઈ જાય છે. પૌદ્ગલિક ઈચ્છાઓની બધી ભાવના ખરી, એ નીચે લઈ જાય. એ તો કંઈ સુધી ગયેલો ઠેઠ સિદ્ધશિલા નજીક સુધી (ઊંચા દેવલોકમાં) અડી આવ્યા, ત્યાં સુધી બધા અડી આવેલા છે. પુદ્ગલ વધે તો અધોગામી, ઓછું થાય તો ઊર્ધ્વગામી પ્રશ્નકર્તા એટલે પદ્ગલિક વળગણે આત્મા અધોગામી બને છે ?
દાદાશ્રી : જ્યાં સુધી આત્માને પુદ્ગલ વળગેલું હોય ત્યાં સુધી એ પુદ્ગલ વધે તો નીચે જાય અને પુદ્ગલ ઓછું થાય ત્યારે ઉપર આવે. જેમ પેલું તુંબડું હોયને, એ તુંબડું પાણીમાં તરે કે ના તરે? એને ડૂબાડીએ તોય ઉપર આવતું રહે કે ના રહે ? હવે એને ઉપર કાળી ચીકણી માટી લપેટી, પાણીથી પણ જલદી ના ધોવાય એવી ચીકણી માટી ચોંટી આટલી આટલી, એટલે હેવી લોડ થયો એ ડૂબે. ડૂબે કે ના ડૂબે ?
તુંબડાને કાળી ચીકણી માટી ચોપડીએ ને સૂકવીને પછી પાણીમાં