________________
૨૭૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
અનંત પ્રદેશો સહિત ! હજુ તો મહીં માન્યતામાં ભૂલેય થાય વખતે. આ આત્મા હશે કે પેલો હશે ? થોડું થોડું મહીં ભૂલચૂક થાય, ભેળસેળ થઈ જાય.
પ્રશ્નકર્તા અને પાછી પેલી અસરો મહીં થાય છે ત્યાં સુધી તો ભૂલ ખરી જ ને ?
દાદાશ્રી હં... એટલે એ મૂળ વસ્તુ જુદી છે. મૂળ વસ્તુ અનંતા પ્રદેશો સહિત બિલકુલ ચોખ્ખી, ક્લિયર છે અને તે પ્રમાણે જ હોય. ત્યાર પછી ઉપયોગ ખરો થાય, શુદ્ધ ઉપયોગ. ત્યાં સુધીનો શુદ્ધ ઉપયોગ છે, એ અંશે થોડોક, હજુ એ અહીં આવેલો જોઈ શકે અને આજુબાજુના સર્કલમાં આવેલો જોઈ શકે. એ જાગૃતિ કહેવાય બધી, પણ તદન શુદ્ધ ઉપયોગ ના કહેવાય. શુદ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ.
પ્રશ્નકર્તા એટલે અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે અમુક જે સૂઝ પડે તે પછી પરિણામ પામે, પછી એ બાજુની વિચારણા બંધ થાય. પછી નવી સૂઝ પડે. એ ફિટ થાય પછી એ બંધ થાય ને પછી નવી પડે, ત્યારે એમ થાય કે આ શું હશે ?
દાદાશ્રી અનંતા પ્રદેશ છે ને એક-એક પ્રદેશ ખુલે છે. ખુલતા જાય છે પ્રદેશો.
આત્મસન્મુખ થતા થયો આત્મપ્રદેશોને જોતારો પ્રશ્નકર્તા: દાદા, જે પેલી વાત હતીને કે આત્મસન્મુખ બની ગયો ને આત્મપ્રદેશો જોઈ રહ્યો.
દાદાશ્રી : પહેલા દેહ સમ્મુખ જોતો હતોને, એ જ હવે આ આત્મપ્રદેશોને જોનારો થયો.
પ્રશ્નકર્તા એ આત્મપ્રદેશોને જોનારો કોણ ?
દાદાશ્રી : પોતે પોતાનું સ્વરૂપ તો હોયને ! એને પોતે જ જાણકાર હોય. પહેલા ક્યાં દૃષ્ટિ હતી ?