________________
[૧૫.૩] પ્રત્યેક પ્રદેશ નિરાવરણ થયે કેવળજ્ઞાન
પ્રશ્નકર્તા : પુદ્ગલમાં.
દાદાશ્રી : હવે સન્મુખ ક્યાં થઈ ?
પ્રશ્નકર્તા : આત્મસન્મુખ.
૨૭૩
દાદાશ્રી : પહેલા પુદ્ગલ સન્મુખ હતી, એ બાજુ દૃષ્ટિ હતી, એ હવે આત્મસન્મુખ થઈ. એ પહેલા પુદ્ગલના પ્રદેશ જોતો હતો ને હવે આત્માના પ્રદેશ જુએ.
પ્રશ્નકર્તા : આત્માના પ્રદેશો કયા કયા ?
દાદાશ્રી : અનંત પ્રદેશી આત્મા.
પ્રશ્નકર્તા : એટલે એમાં શું જુએ એમ ?
દાદાશ્રી : દરેક પ્રદેશમાં જ્ઞાન છે. એક જ પ્રકારનું જ્ઞાન નથી આ. દરેક જાતનું આમાં દેખાય, કેવળજ્ઞાન !
પ્રશ્નકર્તા : દાદા, હવે આપે આત્મા તો આપ્યો, શુદ્ધાત્મા થઈ ગયા, જ્ઞાતાભાવ આવ્યો, એ અનુભવમાં આવે છે. હવે અનંત પ્રદેશોની જે વાત છે, એ અનંત પ્રદેશો કયા ? એ પ્રદેશમાં પ્રવેશ્યો, પછી બીજામાં પ્રવેશ્યો, પછી ત્રીજામાં પ્રવેશ્યો, એનું કંઈ પ્રમાણ ખરું ?
દાદાશ્રી : તમારે જે બાકી રહ્યું છે એને ને અનંત પ્રદેશીને લેવાદેવાય નથી. હવે જે તમારે ઈચ્છાઓ છે અને જે તમારે બાકી રહેલા કર્મો છે, બીજું કશું નહીં. એને લેવાદેવા નથી. બીજું બધું જતું રહ્યું.
પ્રશ્નકર્તા : બસ, બસ, મારે એ જ જાણવું હતું.
દાદાશ્રી : ચોરી કરવાનું જ્ઞાન, બદમાશી કરવાનું જ્ઞાન હોય એવા બધા જ્ઞાન હતા, એ જતા રહ્યા.
દરેક તિરાવરણીય પ્રદેશને અનુભવે કેવળજ્ઞાતી
પ્રશ્નકર્તા ઃ બીજું એ સમજવું હતું કે કેવળજ્ઞાનીના બધા પ્રદેશોના
આવરણ નીકળી જાય ?