________________
[૧૫.૩] પ્રત્યેક પ્રદેશ નિરાવરણ થયે કેવળજ્ઞાન
૨૭૧
પ્રશ્નકર્તા ઃ દાદા, આ મહાત્મા બોલે છે પણ એ મને એટલું બધું સહેલું નથી લાગતું.
દાદાશ્રી : સહેલું નથી એ તો, છતાંય સહેલું થશે એક દહાડો. સહેલું તો, એકદમ ક્યાંથી હોય સહેલું ? એકદમ સહેલું હોય ? પણ આ વાત સાંભળતા સાંભળતા સહેલું થઈ જશે. અને નહીં તોય પાડોશીનું જવાનું ને ખરેખરી વાત તો સમજાય એવી છે ને ?
પ્રશ્નકર્તા : નિશ્ચયમાં આ વાત સમજાય જાય છે, પછી વ્યવહારમાં રહે છે બાકી.
દાદાશ્રી : વ્યવહાર એ જ પાડોશી. અનંત પ્રદેશે આત્માનુભવ પછી ખરો શુદ્ધ ઉપયોગ
આ દેહમાં શું શું થઈ જાય તે કશું જ કહેવાય નહીં. આપણા પોતાના પ્રદેશને કંઈ જ થાય તેમ નથી.
એમ ને એમ આત્મા પ્રાપ્ત થાય એવો નથી. થઈ ગયેલો હોય આત્મા પણ એનું બધું એ અનુભવ તો થવું જ જોશેને ! એના બધા પ્રદેશો જે અજ્ઞાન માન્યતાથી વેરાયેલા છે છૂટા, તે ભેગા થવા જોઈશે ને !
અનંત પ્રદેશો, એની પર આવરણના જે ડાઘ છે એ ધોવા પડશે ને? એક પ્રદેશવાળો ઓછો છે? અનંત પ્રદેશવાળો આત્મા ! એટલે આમ જોડે બેસી બેસીને વાતો કરતા કરતા નિવેડો આવી જાય.
દાદાજીના કહેલા શબ્દો, તેનું લક્ષ રાખું એ બધી જાગૃતિ. એ ચઢતી જાય જાગૃતિ, પણ એને ઉપયોગ ના કહેવાય. કાલે જાગૃતિ સારી રહી એમ કહેવાય, પણ એને કંઈ મૂળ વસ્તુ, ઉપયોગ ના કહેવાય.
પ્રશ્નકર્તા એટલે મૂળ જગ્યાએ હજુ ઉપયોગ બેઠો નથી ?
દાદાશ્રી મૂળ જગ્યાએ વસ્તુ ભેગી થવી મુશ્કેલ છે. એ તો જેટલું લક્ષ બેઠું છે એટલું જ એ. એનો અનુભવ થયા વગર તો ઉપયોગ કેમ ઉત્પન્ન થાય? “આ હું છું એનું પ્રમાણ સહેજે બદલાવું ના જોઈએ, એના