________________
[૧૫.૩] પ્રત્યેક પ્રદેશ નિરાવરણ થયે કેવળજ્ઞાન
કલંક લાગે છે. તેનાથી પોતાની અનંત શક્તિ આવરાય છે. આ ઘડાની અંદર લાઈટ હોય અને તેનું મોઢું બંધ કર્યું હોય તો લાઈટ ના આવે. પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાનમાં કર્મ આવરણ બ્રેઈનમાં હશે, બ્રેઈનની અંદર ?
૨૬૭
દાદાશ્રી : ના, બધેય, આખા શરીરમાં. અહીં હઉ આવરણ, અહીં હઉ આવરણ. આત્માના બધા પ્રદેશોમાં, બ્રેઈન એકલામાં નથી. આખા શરીરમાં આત્માના પ્રદેશો છે અને એ પ્રદેશો ઉપર જ આ બધું ચોંટેલું છે, નહીં તો અહીંથી હઉ જ્ઞાન દેખાય. અહીંથી જો આવરણ ખુલે તો અહીંથી હઉ દેખાય. બ્રેઈન તો એક મિશનરી છે.
પ્રશ્નકર્તા ઃ એ આવરણ કાઢતા કેટલો સમય લાગે ?
દાદાશ્રી : એક-એક આવરણ કાઢવા હજારો અવતાર લાગે. આ તો બધા પ્રદેશોથી આવરણ દૂર થાય તો પ્રકાશ થાય.
જ્ઞાતીકૃપાએ નિરાવરણ થાય પ્રદેશો
પ્રશ્નકર્તા ઃ આત્મા ઉપરના એ આવરણો કેવી રીતે દૂર થાય ?
દાદાશ્રી : એ તો જ્ઞાનીકૃપા થાય અને અહીં સત્સંગમાં આવવાથી આવરણો તૂટતા જાય, તેમ પ્રદેશો ખુલ્લા થાય ને શક્તિઓ વ્યક્ત થાય.
જ્ઞાનાવરણ-દર્શનાવરણ એમ આવરણોથી આત્માનું ‘લાઈટ’ રોકાયેલું હોય. ‘જ્ઞાની પુરુષ'ના તો બધા જ આવરણ તૂટી ગયા હોય, તેથી ભગવાન સંપૂર્ણ પ્રકાશમાન થયા છે ! સંપૂર્ણ નિરાવરણીય થઈ જાય તો પોતે જ પરમાત્મા છે. સિદ્ધોને દરેકે દરેક પ્રદેશ ખુલ્લા હોય. પ્રદેશે પ્રદેશે પોતાનું અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ હોય ! પણ ક્યાં ગયું આપણું એ સુખ ? ‘સ્વરૂપજ્ઞાન’ મળ્યા પછી જેમ જેમ આત્મપ્રદેશો નિરાવરણ થતા જાય તેમ તેમ આનંદ વધતો જાય.
પહેલું સ્વરૂપનું જ્ઞાન જાણવું એ જ જ્ઞાનાવરણ બધું તૂટ્યું કહેવાય. પછી તો એની મેળે કર્મો બધા ખસેને, તેમ તેમ બધો ઉકેલ આવતો થાય. અનંત પ્રદેશો પર બધા કર્મના આવરણો છે, એટલે પ્રકાશ ના પામેને ?