________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જ કરે છે. તે આમાંય જેને ખાંડ ચઢી ગઈ તે બધું આવરાયું, ને જેટલું બાકી રહી ગયું તેનું તેટલું રહી ગયું.
૨૬૬
અનંત પ્રદેશો ઉપર અનંત આવરણો ચોંટેલા હોય છે. એક-એક પ્રદેશે એક-એક આવરણ ચોંટેલું છે. એ આવરણને લઈને દેખાતું નથી. નહીં તો દરેક પ્રદેશે જ્ઞાન છે પણ જે પ્રદેશ પર આવરણ છે, એ પ્રદેશનું જ્ઞાન એને દેખાય નહીં.
‘હું કરું છું’ એ આરોપિત ભાવથી પ્રદેશ આવરાય
પ્રશ્નકર્તા : એ પ્રદેશો આવરાય છે કેવી રીતે ?
દાદાશ્રી : એ પ્રદેશો આવરાય છે કર્મો કરે છે ને તેથી. કર્મ કોને કહેવાય કે આરોપિત ભાવથી જે કરે છે, તેનાથી કર્મો ચોંટે. એક તો કરે છે બીજો અને ‘મેં કર્યું’ કહે છે.
આ વકીલ થાય છે તે તેનો તેટલો પ્રકાશ ખુલ્લો થયો, તે પ્રમાણે કામ થયું. તે કહે કે ‘હું ચલાવું છું.’ ‘મેં કર્યું’ પણ આ તો પ્રદેશ ખુલ્લા થયા તેટલું જ થાય. એટલે શિક્ષારૂપે એને ડબલ આવરણ આવી જાય છે, એમ આખો આત્મા બધેથી આવરણોમાં ઢંકાઈ જાય છે.
આ ‘હું કરું છું’ કહ્યું કે જ્ઞાન ઉપર આવરણ ચોંટ્યા. તેમાં બુદ્ધિ ભળે. પ્રકાશના ગોળા ઉપર કપડું બાંધો તેમ આત્માના જ્ઞાન ઉપર બુદ્ધિનો પડદો છે. જેમ જેમ હુંપણું છૂટતું જાય, તેમ તેમ કર્મ કલંક દૂર થતો જાય. તેમ અનંત જ્ઞાન આવે, અનંત દર્શન આવે. અનાદિ કાળથી બધા જ પ્રદેશો ઉપર કર્મ કલંક ચોંટતા જ આવ્યા છે. આવા કર્મ કલંક ચોંટેલા છે, પછી આત્માની શક્તિ શી રીતે જણાય ? કેટલાકને તો જ્ઞાન ઉપર આવરણ હોય છે અને બુદ્ધિ ઉપર પણ આવરણ ફરી વળે છે. કેટલાકને પૂર્વભવ પણ માન્યામાં નથી આવતા, તેને કેટલા બધા કર્મના આવરણ, ભવોભવ ચોંટતા આવતા હશે ?
જ્ઞેયતે જ્ઞાયક માતવાથી અનંત શક્તિ આવરાય
આત્માના અનંત પ્રદેશો છે ને એક-એક પ્રદેશે અનંત-અનંત જ્ઞાયકશક્તિ છે. પણ શેયને જ્ઞાયક માને છે તેથી આત્માના પ્રદેશો ૫૨ કર્મ