________________
[૧૫.૩] પ્રત્યેક પ્રદેશ તિરાવરણ થયે કેવળજ્ઞાત
અનંત પ્રદેશો ઉપર અતંત ભેદે આવરણ પ્રશ્નકર્તા : જ્ઞાન બધું અનંત પ્રદેશોમાં દબાયેલું છે ?
દાદાશ્રી : જેટલા મનુષ્યો છે, એટલું જ્ઞાન છે એક આત્મામાં જેટલા જીવો છે એટલા બધાનું જ્ઞાન છે. પણ એ દબાયેલું છે, આવરાયેલું છે. આત્મા ઉપર આવરણ જે લાગેલું છે તે અનંત ભેદે છે. આખો આત્મા જ આવરાયેલો છે.
અનંત જાતના જ્ઞાન તેના પર અનંત જાતના આવરણ આવે એટલે અનંત વહેમ ઉત્પન્ન થાય.
જેમ પીપળાની ડાળી ઉપર આખીય લાખ ભરેલી હોય, તે નરી લાખ ભરેલી હોવાથી ડાળી ચોખ્ખી દેખાતી નથી તેવી રીતે આત્માની ઉપર અનંત પ્રદેશોએ આવરણ હોવાથી તેની શક્તિઓ દેખાતી નથી.
આ ઝાડની છાલ પર લાખ ચોટે તેમ દરેક પ્રદેશે કર્મ ચોટેલા છે. અનંત પ્રદેશી આત્મા અને એક-એક પ્રદેશે કર્મના પરમાણુ ચોંટેલા છે
બધા.
જેમ આપણે મગફળી ઉપર ખાંડ ચઢાવીને હલાવી હલાવીને સાકરિયા બનાવીએ છીએ ને? તેવી રીતે આ પ્રકૃતિ રાત-દહાડો હાલ્યા