________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જેમ જેમ બધા આવરણ તૂટતા જાય, જેમ જેમ ફાઈલોનો નિકાલ થતો જાય, તેમ તેમ પ્રદેશો ખુલતા જાય.
૨૬૮
આત્માના અનંત પ્રદેશો એ અનંત વળગાડ એટલે આ બોધકળા અને જ્ઞાનકળા હોય તો છૂટાય.
મહાત્માતે નિરાવરણ થતું જાય, તેમ પ્રકાશ વધતો જાય
આત્માના અનંત પ્રદેશો છે તે બધા પર આવરણ છે. તે જ્ઞાન આપ્યું છે તે દહાડે દહાડે આવરણ જેમ તૂટતા જાય તેમ પ્રકાશ વધતો જાય ને દોષો દેખાય. જેટલા દોષ દેખાયા તેટલા નાશી જાય. ને આ આખું દોષોનું પૂતળું છે, તે બધા દોષ પૂરા થાય પછી મોક્ષ !
આ આત્માનું જ્ઞાન મળ્યા પછી કર્મ નિર્જરા થતા જાય, તેમ તેમ કર્મ કલંક દૂર થતા જાય, તેમ તેમ આત્માનો પ્રકાશ મળતો જાય. તેમ જ્ઞાન પ્રકાશમાન થાય. કોઈને સાક્ષાત્કાર જલદી થયેલો જ નહીં. સાક્ષાત્કાર
થાય તો સાક્ષાત્ ફળ મળે જ અને અનુભૂતિ ફળમાં ચાખે જ.
આત્માની શક્તિ અનંત છે. જેમ કર્મ કલંક તૂટતા જાય, તેમ તમે ઢીંચણે લીંબું ચોપડો તોય તમને ખાટું લાગે એટલી શક્તિ પેદા થાય. જ્ઞાનાવરણ-દર્શનાવરણ જેમ જેમ તૂટશે તેમ તેમ ઉકેલ આવશે. મને તો આખી દુનિયા દેખાય છે. જ્યાં આવરણ તૂટ્યું ત્યાં બધું દેખાય.
પ્રશ્નકર્તા ઃ અમારા કેટલા પ્રદેશો ખુલી ગયા હશે અંદર ? મને દેખાતા નથી.
દાદાશ્રી : બધા બહુ ખુલી ગયા છે. પણ તે હજુ દેખાતા વાર લાગેને ! બધું આવરણ તૂટે ત્યારે એ દેખાય. તને મહીં દેખાતું નથી થોડું ઘણું ?
પ્રશ્નકર્તા ઃ આમ લાઈટ આવી ખબર પડે.
દાદાશ્રી : એ આનંદ વધે છે ? બહુ જ ? પ્રશ્નકર્તા : હા, દાદા.