________________
૨૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
વ્યવહારેય છે અને ઉપચારિક વ્યવહારય છે. આ દેહ બધું અનુપચારિક વ્યવહાર કહેવાય. પોતાને ઉપચાર નથી કરવો પડ્યો.
પ્રશ્નકર્તા ઃ આ એકેન્દ્રિય જીવને પણ આઠ રૂચક પ્રદેશો ખુલ્લા હોય?
દાદાશ્રી : બધાને, જીવ માત્રને. પ્રશ્નકર્તા ઃ એમને પણ આ પ્રદેશ ચોખ્ખા હોય ?
દાદાશ્રી : ચોખા હોય, તો જ એને કંઈક ભાન રહે, નહીં તો ભાન જ ના રહેને ! એ પછી ઝાડ લીલું દેખાય જ નહીં, ભાન ના રહે તો. રૂપાળું જે દેખાય છે તે ના દેખાય.
તે છે ઈન્દ્રિયોના કારણે પ્રશ્નકર્તા પ્રદેશો જે ખુલ્લા છે તો ઘણી વખતે કોઈ મનુષ્ય મૃત્યુને આરે હોય, બેભાન અવસ્થામાં, ત્યારે આપણે એમ કહીએ કે આ તારી દીકરી આવી છે તો ઓળખે નહીં, આ તારી વહુ આવી છે, તો એ ઓળખે નહીં તો પ્રદેશ બંધ થઈ ગયા હોય એ વખતે ?
દાદાશ્રી : ના, પ્રદેશ ખુલ્લા હોય. પ્રશ્નકર્તા તો ઓળખે કેમ નહીં ?
દાદાશ્રી: આ ઓળખે તે તો ઈન્દ્રિયથી ઓળખે છે બધું. તે ઈન્દ્રિયો બધી ખલાસ થાય એટલે ના ઓળખાય.
પ્રશ્નકર્તા ઃ એટલે ઈન્દ્રિયોના કારણેને ? પ્રદેશના કારણે નહીં ?
દાદાશ્રી : પ્રદેશ તો કશો એનો આઘોપાછો થતો જ નથી. મહીં ખાલી કરે આત્મા, એટલે એ બધું ખાલી થઈ જાય. રૂચક તિરાવરણ તો ચાલે વ્યવહાર, પણ ત થાય કેવળજ્ઞાત
પ્રશ્નકર્તા : શાસ્ત્રો એમ કહે છે કે આત્માના આઠ રૂચક પ્રદેશો