________________
[૧૫.૨] નાભિમાં આત્મપ્રદેશો નિરાવરણ
૨૬૧
કશુંય. પણ તેમ બને જ નહીં, લિમિટમાં જ રહે. ગમે એટલો મોહ ટૉપ સુધી પહોંચ્યો હોય પણ જ્યાં એની લિમિટ આવી કે પાછો ઊતરે છે. આ બધું નિયમથી જ થાય છે. નિયમની બહાર ના થાય. ત્યારે જો આ કુદરત, નેચર શબ્દ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે?
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત છે.
દાદાશ્રી: મૂઆ ! મોહ, મૂછનીય હદ ? ‘હા’ કહે છે. કોઈ એવો પાક્યો નથી કે હદની બહાર મૂછ કરી શકે.
અને છતાં આવું સાંભળેલું ના હોયને ! તું જાણે કે જેટલી મૂછ કરવી હોય, મોહ કરવો હોય એટલો કરી શકાય. ત્યારે કહે, એ બાપાનો માલ નથી, આટલે હદ સુધી જ કરી શકશે. જો નેચર કેવી ડાહી છે ! નહીં તો તમારી આ દંટીમાં આવરણ થઈ જાયને, એટલે પછી કશું ખબર જ ના પડે. એટલે નાભિપ્રદેશ ખુલ્લા છે.
તે કોઈને બંધ થાય એવું છે જ નહીં. કોઈ પણ ઉપાયે ત્યાં આવરણ આવે એવું નથી. ત્યાં આવરણ આવતા પહેલા નર્કગતિમાં જાય, બીજી ગતિમાં જાય, પણ ત્યાં આવરણ જ આવતા પહેલા ઊડી જાય. એની લિમિટ છે ત્યાં સુધીની. આ બધું મોહનું સામ્રાજ્ય. મોહના આધારે તો નર્કગતિને ! દેવગતિ એ મોહ જુદા પ્રકારનો છે, નર્કગતિ એ જુદા પ્રકારનો મોહ છે, જાનવરગતિનો મોહ જુદા પ્રકારનો, મનુષ્યગતિનો મોહ જુદા પ્રકારનો છે અને નિર્મોહીનો મોક્ષ.
અવ્યવહાર-એકેન્દ્રિય બધાના આઠ પ્રદેશો ખુલ્લા
પ્રશ્નકર્તા: આ આઠ રૂચક પ્રદેશો કહ્યા, વધુમાં વધુ કર્મ જીવ બાંધી શકે એની લિમિટ હદ આઠ રૂચક પ્રદેશોના ખુલ્લાપણાની કહી, અહીંયા નાભિની પાસે. તે ત્યાં અવ્યવહાર રાશિમાં લાગુ નથી પડતી ?
દાદાશ્રી : ત્યાં ખરીને ! ત્યાં લાગુ હોય પણ ઉપચાર નથીને કોઈ જાતનો ! એ તો એવા જ બધા જીવો છે, પણ ત્યાં ઉપચારિક વ્યવહાર નથી અને અનુપચારિક વ્યવહાર નથી. આપણે ત્યાં અનુપચારિક