________________
[૧૫.૨] નાભિમાં આત્મપ્રદેશો નિરાવરણ
છે એમાં કર્મો લાગતા નથી. જે શુદ્ધ પ્રદેશ છે એ શુદ્ધ જ છે, તો પછી ત્યાંથી કેવળજ્ઞાન કેમ નથી થઈ જતું ?
૨૬૩
દાદાશ્રી : ના થઈ જાય. એ તો ફક્ત આ વ્યવહાર સારી રીતે ચાલે એટલા માટે જ છે. આ રૂચક પ્રદેશોમાં જ આવરણ નથી લાગતું પણ બીજે બધે દરેક પ્રદેશે આવરણ લાગેલું ને આવરણ બધે પ્રસરે છે. તે આવરણ બધે પ્રદેશે છૂટે તો કેવળજ્ઞાન થાય. આત્માના અનંત પ્રદેશોમાં આટલા રૂચક પ્રદેશો પૂરતું જ આવરણ નથી અને તે પહેલેથી વ્યવહાર ચાલુ રહ્યો છે.
પ્રશ્નકર્તા : મારો ખાસ પ્રશ્ન એ છે કે આ જે આઠ રૂચક પ્રદેશો શુદ્ધ ખુલ્લા છે, સંપૂર્ણ શુદ્ધભાવે છે તો એ ત્યાં કેવળજ્ઞાન કેમ પ્રગટ ના થાય ?
દાદાશ્રી : કેવળજ્ઞાન એટલે શું કે બધા પ્રદેશો ખુલ્લા થાય. આવરણ રહિત થાય તો એનું નામ કેવળજ્ઞાન.
પ્રશ્નકર્તા : આત્માના જે પ્રદેશો શુદ્ધ હોય તે ત્યાં કેવળજ્ઞાન સ્વરૂપ હોય ?
દાદાશ્રી : ના, દરેક જીવ માત્રને નાભિપ્રદેશમાં આઠ રૂચક પ્રદેશો ખુલ્લા હોય. તે એની ઉપર આવરણ જ ના આવે. એટલે એમના મનમાં એવું હશે કે આ જ કેવળજ્ઞાન હશે. આમાંથી જ કેવળજ્ઞાન શરૂ થાય. ત્યારે કહે, ના. એ શેને માટે છે એ તમે સમજો. આ બધો સંસારવ્યવહાર એ રૂચક પ્રદેશોને લીધે ચાલે છે અને પછી બધેથી જેમ જેમ આવરણ ખસતું જાય, જેટલું આવરણ ખસે એટલું સમ્યકત્વ ઊભું થાય. જેટલું આવરણ ખસે એ ક્રમિક માર્ગમાં સમ્યક્ બુદ્ધિથી સમ્યક્ દર્શન ઊભું થાય. અને અક્રમમાં આત્માનું જ્ઞાન અમે કરાવીએ ત્યારે આવરણ અમુક ભાગ તૂટે, તે એવું તૂટે કે આમ પોતાને પોતાનું જ્ઞાન રહે અને બીજાનુંય જ્ઞાન રહે. પોતે પોતાને જાણે અને બીજાનેય પણ જાણે એવું જ્ઞાન હાજર થાય, સ્વ-પર
પ્રકાશક થાય.
એ રૂચક પ્રદેશો તા જોઈ શકાય, ચર્મચક્ષુ થકી પ્રશ્નકર્તા : એ આઠ કયા કયા રૂચક પ્રદેશો ?