________________
[૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ ૨૪૯
આત્મા પોતે વીતરાગ છે, અનંત પ્રદેશવાળો છે. પોતાના પ્રદેશમાં એને કોઈ રાગ-દ્વેષ છે નહીં. નર્યો વીતરાગભાવ જ દરેક પ્રદેશમાં.
આત્મા પોતે સ્વયં સુખી, પરમાનંદી, એકેએક પ્રદેશમાં એટલા બધા સુખ છે ! તે બધા પ્રદેશો આવરાયા અને આ પારકી પીડાઓ-ઉપાધિ થઈ. અને આપણે માન્યું કે ‘આ જ હું છું,’ તે માર ખાધો. તે એક પણ પ્રદેશે ‘પુદ્ગલ પરમાણુ’ ‘મારું' માન્યામાં ના આવે ત્યારે પોતાનું સંપૂર્ણ સુખ વર્તાય. એટલે હવે આપણે કહીએ છીએ કે ‘આ હું નહીં,’ તો એક દહાડે જશે એ બધા. પણ પ્રદેશે પ્રદેશે પાર વગરના આ સુખ છે.
આવરણ ખસતા જેટલી ઈન્દ્રિયો ખુલે એટલા સુખ-શાંતિ વર્તે
આત્મા કેટલા પ્રદેશોવાળો છે ? ત્યારે કહે, અનંત પ્રદેશોવાળો છે. કેટલા પ્રદેશોમાં આવરણ છે ? ત્યારે કહે, બધા પ્રદેશોમાં. એમાં જેટલા પ્રદેશો આવરણ રહિત થયા એટલા ખુલ્લા થયા છે. ઝાડને અમુક જ પ્રદેશ ખુલ્લા થયા, એક જ હોલ, એક જ ઈન્દ્રિય જેટલી શક્તિ બહાર નીકળી આત્માની. તો આટલું બધું સરસ આ ઝાડ દેખાય છે.
એ આત્માના પ્રદેશોના આવરણમાં એક કાણું પડ્યું અને અજવાળું બહાર નીકળ્યું. જેમ આપણે આ ઈલેક્ટ્રિસિટી બલ્બની આજુબાજુ એક કવર ગોઠવી દઈએ, તો તે આખો રૂમ બ્લેક (અંધારું) દેખાય. એની મહીં એક મોટું હોલ પાડે તો હોલ જેટલું અજવાળું બહાર નીકળે, તેને એક ઈન્દ્રિય કહ્યા. એક કાણું પડ્યું ને જેટલું અજવાળું ભોગવતા હોય એટલું સુખ એને. આ ઝાડ-બાડ બધાને એક ઈન્દ્રિયનું ભાન, એટલું સુખ બિચારાને વર્તે, બીજું બધું દુઃખ જ વર્તે. કોઈને બે ઈન્દ્રિય તો બે કાણાં, કોઈને ત્રણ કાણાં કે ચાર કાણાં. આપણે પાંચ કાણાં, ઈન્દ્રિયો. એમ ગાયનેય પાંચ કાણાં છે. આ માછલીઓનેય પાંચ કાણાં છે, આ આખી જેટલી દિરયામાં છે બધીને.
હવે એક ઈન્દ્રિય ખુલેને, તે એક ઈન્દ્રિય જીવોને એકેન્દ્રિય જેટલું જ જ્ઞાન થયું. એટલો પ્રકાશ, એટલી શાંતિ રહે. બીજા આવરણને લઈને એના જીવનમાં તરફડાટ રહ્યા કરે. બે ઈન્દ્રિયોને બે ઈન્દ્રિય જેટલું, ત્રણ