________________
૨૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
ઈન્દ્રિયોને ત્રણ જેટલું, ચાર ઈન્દ્રિયોને ચાર અને પાંચ ઈન્દ્રિયો મનુષ્યો થયા તોય શાંતિ નથી રહેતી તો એમને કેટલી રહેતી હશે એક ઈન્દ્રિયવાળાને ?
નાની કીડીનેય કાણું પડે. કીડીને ત્રણ કાણાં હોય ને મનુષ્યને પાંચ હોય. પાંચથી વધારે કોઈને ના હોય અને દાદા મળ્યા પછી પાંચથી વધારે થાય. અમે તો આખોય ઘડો તોડી આપીએ છીએ ને આ દાદાનો તો આખોય ઘડો જ ફૂટી ગયેલો હોય. એટલે આ તો લોકને ત્રણ ઘડાનું અંધારું છે. મન-વચન-કાયા એ ત્રણેય ઘડાએ લાઈટ રોકાયેલું છે. અમારા તો બધા જ ઘડા ફૂટી ગયેલા હોય ને ભગવાન સંપૂર્ણ પ્રકાશમાન થયા છે.
પ્રદેશ સીધું જ જુએ, ત જરૂર કશાની પ્રશ્નકર્તા: દાદા, પાંચ ઈન્દ્રિયથી વધુ ઈન્દ્રિયવાળા જીવો હોય કે નહીં ?
દાદાશ્રી : પાંચ ઈન્દ્રિયથી વધારે આ દુનિયા છે જ નહીં કશુંય.
પણ આપણામાં વધારે શું છે ? આપણામાં માઈન્ડ. ગાય-ભેંસોનું માઈન્ડ ખરું પણ એનું માઈન્ડ લિમિટેડ હોય અને આપણું માઈન્ડ અનલિમિટેડ હોય. અનલિમિટેડ હોય એટલે આપણી બુદ્ધિ પણ જેટલી વધારવી હોય એટલી વધી શકે અને એમને લિમિટેડ હોય. એટલે આપણને તેટલું સુખ વધે. અને મનુષ્ય અહીંથી મોક્ષે પણ જઈ શકે, એટલો બધો પુરુષાર્થ કરી શકે.
પ્રશ્નકર્તા: પણ એમ સમજતો'તો, કે નવ દ્વાર જે છે એને હું પ્રદેશ ગણતો'તો.
દાદાશ્રી : એ તો ખાલી દેહના હોલ્સ (કાણાં) છે. પણ ત્યાંથી સમાચાર પહોંચે છે ત્યાં, તેય મગજના યૂ. અને આ પ્રદેશ તો મગજ-બગજ વચ્ચે જરૂર જ નહીં, કોઈ વસ્તુની જરૂર નહીં. મિકેનિકલ તેની જરૂર જ નહીં. પ્રદેશ તો સીધું જ જુએ.
- તમારી ભાષામાં ના બોલશો, આ શબ્દો ખાલી આપેલા એટલું જ. એ તો જ્યારે સૂક્ષ્મ ભેદ સમજાય. આપણું કામ નહીં. બહુ ઊંડું ઊતરવાનું