________________
[૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ
૨૪૭
એકાકાર છતાં પ્રદેશ-પ્રદેશે જુદું જ્ઞાન, માટે અત્યંત પ્રદેશી
પ્રશ્નકર્તા : આત્મામાં જે પ્રદેશો હોય છે તે શરીરમાં અલગ અલગ હોય છે કે એની ચેનલ કેવી રીતની હોય છે ? એનું જોડાણ કેવું હોય?
દાદાશ્રી : અલગ કશું હોતું જ નથી. પ્રશ્નકર્તા: તો પછી આત્માના પ્રદેશો કેમ કહેવામાં આવે છે ?
દાદાશ્રી : પ્રદેશો તો આટલું બધું જ્ઞાન કંઈથી લાવ્યા ? એટલે દરેકમાં એક-એક પ્રદેશમાં બહુ બધું જુદું જુદું જ્ઞાન છે. એટલે પ્રદેશોના ભાગ પડ્યા.
પ્રશ્નકર્તા તો એ પ્રદેશો છૂટા પડે છે કે નહીં ?
દાદાશ્રી : એ તો આખી જ વસ્તુ છે. પ્રદેશ-પ્રદેશે જ્ઞાન જુદી જુદી જાતનું છે. એટલે એ જગ્યાનું આવરણ તૂટે એટલે એ પ્રદેશનું જ્ઞાન બહાર પડે, અજવાળું. તેથી પ્રદેશ જુદા પાડ્યા છે, અનંત પ્રદેશી.
આત્માના અનંત પ્રદેશો છતાં એકાકાર છે. એ સંયોગી નથી, સ્વાભાવિક છે. આત્મા અવિભાજ્ય હોવા છતાં અનંત પ્રદેશી છે.
આ તો કહેશે, ભગવાનનો અંશ મારામાં છે. ભગવાનનો અંશ ? મૂઆ, ભગવાનને તું ટુકડા સમજું છું કે જેના ભાગ પડે ? ભગવાન તો નિરાકારી, નિરંજન અને અનંત પ્રદેશ છે, એનો એક ટુકડો ના થાય.
મૂળ અતંત પ્રદેશી, વ્યવહારમાં અસંખ્ય પ્રદેશી પ્રશ્નકર્તા: આત્મા એક પ્રદેશ છે કે અસંખ્ય પ્રદેશ છે ?
દાદાશ્રી આત્મા અસંખ્ય પ્રદેશી નથી ને એક પ્રદેશી નથી. અનંત પ્રદેશ છે. અનંત અને અસંખ્ય એટલે કેટલો ફરક?
પ્રશ્નકર્તા : બહુ જ ફરક છે. પણ વ્યવહારમાં આત્મા એક પ્રદેશી ગણાય કે નહીં ?