________________
[૧૫] આત્માતા પ્રદેશો
[૧૫.૧]
પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાત, અનંત શક્તિ, અનંત સુખ
આત્મપ્રદેશોમાં સમાયા અનંતા જ્ઞાત
પ્રશ્નકર્તા : આત્માના અનંત પ્રદેશો છે, તો અનંત પ્રદેશો એટલે
શું ?
દાદાશ્રી : આ માથું છે એમાં બહુ વાળ છે એમ બોલીએને એના જેવું. પ્રદેશો એટલે આ બધા પ્રદેશોથી જ બનેલો હોય. આત્મા પ્રદેશોથી જ બનેલો છે.
પ્રશ્નકર્તા : પ્રદેશ એ કેવો ભાગ છે ?
તો
દાદાશ્રી : પ્રદેશ એટલે વિભાગ. આ હાથમાં જે છિદ્રો છે, આ છિદ્રો બહુ છેટા-છેટા છે, પણ એથી બહુ નજીક-નજીક. હા, એક-એક પ્રદેશે એક-એક જ્ઞાન છે. તેથી કહીએ છીએને, અનંત જ્ઞાન છે. શેયો અનેક હોવાથી જ્ઞાન પણ અનંત છે, નહીં તો અનંત કહેવાત જ નહીંને ! એટલે અનંત પ્રદેશી આત્મા છે.
અનંત જ્ઞેયો છે, સામે આત્માના અનંત પ્રદેશો છે, માટે પ્રત્યેક શેયને જોઈ શકે છે.