________________
૨૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આવે. આત્મા અદશ્ય કહેવાય. અલખ, લક્ષમાં જ ના બેસે કોઈ દહાડોય કે “હું શુદ્ધાત્મા છું.” એવું લક્ષ જ બેસે નહીં.
પ્રશ્નકર્તા: એ લક્ષમાં લાવવા શું કરવું ?
દાદાશ્રી : એ તો આ જ્ઞાનથી લક્ષમાં આવે, બાકી અલખ એ એનો સ્વભાવ છે. એ આત્મા એ પરમાત્મા છે ને એ અલખ નિરંજન છે. કોઈ પણ એવું સાધન નથી, કોઈ પણ ઉપાય એવો નથી કે એનાથી આત્માનું લક્ષ બેસે. ભગવાને શું કહ્યું છે, “જે દુર્લક્ષ છે તેનું ક્યારેય લક્ષ ના બેસે અને જે લક્ષમાં છે તેનું ક્યારેય દુર્લક્ષ ના થાય. માટે જ આત્માને અલખ નિરંજન કહ્યો છે.
જ્ઞાની પુરુષ બેસાડે અલખનું લક્ષ આત્મા પોતે એનો સ્વભાવ જ અલખ નિરંજન. કોઈ પણ પ્રકારે લક્ષ ના બેસે એનું. બીજી બધી જાતના લક્ષ બેસી જાય. આજે માણસે નાદારી કાઢી હોયને, તે રાત્રેય એને એમ લાગે કે હું નાદાર થઈ ગયો. એ લક્ષ બેસી જાય પણ આ ના બેસે. એટલે આ જગતનું લક્ષ બેસે પણ પોતાના સ્વરૂપનું લક્ષ ક્યારેય ના બેસે, એવો એ અલખ નિરંજન છે. એ લક્ષ જ્ઞાની પુરુષ બેસાડે ત્યારે પછી છુટકારો થાય, નહીં તો છુટકારો થાય નહીં.
અને સંસારનું લક્ષ તો સહેજ વાત વાતમાં બેસી જાય. આપણે એમ કહીએ કે આ તમારા ભાગીદાર, તે બીજે દહાડે લક્ષ બેસી જાય કે આ મારા ભાગીદાર આવ્યા. કંઈ ચૂકે-કરે નહીં. દહાડે પગ ભાંગી ગયો હોય તો રાતે ઊઠતી વખતે તરત લાકડી યાદ આવે. “અલ્યા મૂઆ, આ એક દહાડામાં તને કેવી રીતે યાદ આવ્યું કે આ પગ ભાંગી ગયો છે ?” ત્યારે કહે, “ના. એ લક્ષ બેસી ગયું રાતે.” કહેશે, “મારી લાકડી લાવ.” “અલ્યા, શાની લાકડી કહો છો ?” ત્યારે કહે, “મારો પગ તૂટેલો છે ને ! તે મૂઆ, એક દહાડામાં ભૂલી નથી જતો? ના ભૂલે, એનું નામ લક્ષ બેઠું કહેવાય.
અલખતા લક્ષથી આ લક્ષતા ઘા રૂઝાય બરડે માંકણ કરડ્યો હોય ત્યાં લક્ષ ગયું હોય તો હાથ સીધો જ