________________
[૧૨] અલખ નિરંજન-નિરાકાર
[૧૨.૧]
અલખ નિરંજન ક્યારેક લક્ષમાં ન આવે, માટે કહો અલખ પ્રશ્નકર્તા : આત્માને અલખ નિરંજન કહ્યો છે, તો આમાં અલખ એટલે શું ?
દાદાશ્રી: અલખ એટલે ક્યારેય લક્ષમાં ના આવે તેવી ચીજ. બધી ચીજો લક્ષમાં આવે પણ આ લક્ષમાં ના આવે. કેરીની સિઝનમાં તમે કેરી ખાવા ગયા હોય તો તમને કેરી લક્ષમાં રહ્યા કરે કે એણે કરી હશે, પણ કેરી હશે.
પ્રશ્નકર્તા ઃ હા, બરોબર.
દાદાશ્રી: દરેક ચીજો લક્ષમાં આવે તે લક્ષમાં કહેવાય અને આત્મા એવો લક્ષમાં આવે એવી ચીજ નથી, માટે અલખ કહેવાય.
જ્ઞાને કરીતે આવે સહજ લક્ષમાં કોઈ કહેશે, ભઈ, આત્મા લક્ષમાં કેમ આવતો નથી ? ત્યારે કહે, અલખ છે એટલે એ જ્યારે પોતાના જ્ઞાન કરીને એ ભાન થાય ત્યારે લક્ષમાં