________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પસાર થઈ જાય, તોય એને કશું અડે નહીં. એનું શું કારણ ? ત્યારે કહે, અગ્નિ સ્થૂળ છે, સ્થૂળ-સૂક્ષ્મ અને આત્મા સૂક્ષ્મતમ છે. બેનો સાંધો મળે નહીં. બીજું સામું સ્થૂળ-સૂક્ષ્મ હોય તો બળી જાય અગર સ્થૂળ હોય તો બળી જાય. એથી પાતળું હોય તો બળે નહીં, અડેય નહીંને ! એટલે આત્મા અગ્નિમાંથી પસાર થઈ જાય છે, તોય એને કશું અડે નહીં. આત્મા પાણીમાંથી પસાર થાય તોય કશું અડે નહીં. આત્મા ગમે તેમાંથી પસાર થાય, તોય એને અડે નહીં એવો સૂક્ષ્મતમ છે.
૨૧૮
આત્મા તો એટલો બધો સૂક્ષ્મ છે કે આખી ઈલેક્ટ્રિકની ભઠ્ઠી ચાલતી હોય ને, તેની વચ્ચેથી પસાર થાય તોય પણ એને અડે નહીં એટલી સૂક્ષ્મતા છે.
કારણ કે અગ્નિ એ સ્થૂળસ્વરૂપે છે અને આત્મા સૂક્ષ્મ છે. શી રીતે મેળ પડે ? સ્થૂળ સૂક્ષ્મને બાળી કેમ કરીને શકે ? સૂક્ષ્મ સ્થૂળને બાળી શકે.
અગ્નિ સ્થૂળ છે, એની મહીં આત્મા ચાલ્યો જાય, આત્માને એ સ્પર્શે શી રીતે ? હવે આ દૃષ્ટિએ બાળ્યો બળે એમ નથી, આ દીવાનો પ્રકાશ જડ છે, પણ એને કાપીએ તો એ કપાઈ જાય ? આપણે કાપીને બે ટુકડા ખોળવા જઈએ તો જડે ? એવું કશું થાય નહીં. એના જેવો આ પ્રકાશ છે. એ આત્માનો પ્રકાશ ઓર છે, અને જો ભઠ્ઠી સળગાવીએ તો એ જ્ઞાનને અડે નહીં, એટલું બધું સૂક્ષ્મ છે એ. આ અગ્નિનો ભડકો એ સ્થૂળ છે અને પેલો એટલો બધો સૂક્ષ્મ છે કે એના કરતા આ સ્થૂળ છે. આપે વ્યવહારની રીતે સૂક્ષ્મ કહેવાય છે, પણ પેલું એટલું બધું સૂક્ષ્મ છે કે પેલું સ્થૂળ થઈ પડે છે. એને કશી અસર જ ના થાય અને તે જ પરમાત્મા છે, અસર વગરનો.