________________
[૧૧] સૂક્ષ્મતમ
કહે છે, મને આ વિષયો ને એ બધું ચોંટી પડ્યું છે. અલ્યા મૂઆ, તને નહીં ચોંટી પડ્યું. તને શી રીતે ચોંટે તે ?
૨૧૭
આત્મા જ્ઞેયને જાણે છે એટલું જ, આ પાંચ ઈન્દ્રિયોના વિષયો કે કષાયો એ આત્માએ કંઈ પણ ભોગવ્યું નથી.
આ લોકો જે ભ્રાંતિથી બોલે છે કે મેં ભોગવ્યું, એમાં આત્માને કશું લેવાદેવા નથી. તેમ આત્માને ઘડીવાર ચિંતા-દુઃખ પહોંચતા જ નથી. આ દુઃખ સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મતમ છે, તે બેનો મેળ જ પડે નહીંને ! ભોગવતાર કોણ ? અહંકાર
પ્રશ્નકર્તા : તો જે વેદના આપણે અનુભવીએ છીએ તે ?
દાદાશ્રી : એ અનુભવ એ જ અહંકાર અનુભવે છે ને આ બિલીફ વેદના છે. આ જ્ઞાન વેદના નથી, બિલીફ વેદના છે. નહિતર જ્ઞાન વેદના હોય તો રાતે ઊંઘ જ ના આવે. આખી રાતો ને રાતોય કેટલાય દહાડા
સુધી ઊંઘ જ ના આવે. આ તો બિલીફ વેદના છે એટલે ઊંઘ આવી જાય પછી. ખાલી રોંગ બિલીફ જ છે. ખાલી તે અહંકાર વેદે છે. આત્માએ કોઈ
દહાડોય કશુંય ભોગવ્યું નથી. આમાંની કોઈ ચીજ ભોગવી નથી. આ બધી ચીજો સ્થૂળ છે અને આત્મા સૂક્ષ્મતમ છે, બેનો ક્યારેય મેળ પડે એવો નથી. આ તો બધું ઈગોઈઝમનું છે. એ આત્મા તો કેવો છે ? જ્ઞાતા-દ્રષ્ટા છે. અગ્નિ તા સ્પર્શે આત્માતે
પ્રશ્નકર્તા : દાદા, ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ સમજાવશો ?
દાદાશ્રી : નિજ સ્વભાવનું એટલે પોતાનો જે પ્રકાશમાન સ્વભાવ છે, એ પ્રકાશમાન સ્વભાવનું અખંડ જ જ્ઞાન વર્તે કે હું પ્રકાશમાન છું, અને એ પ્રકાશમાનનું બધું દેખાયા કરે. એ પ્રકાશમાન પોતાનું કેવું સ્વરૂપ છે ? પ્રકાશમાન છે, આરપાર નીકળી જાય એવું છે. આ અગ્નિ છે ને, એ અગ્નિની ઝાળ કેવી છે ? જબરજસ્ત ઝાળ છે. પણ આત્મા એની અંદરથી