________________
૨૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
સૂક્ષ્મતમ સ્વરૂપ, આકાશ જેવું આત્માનું સ્વરૂપ કેવું છે? કે આ ભીંતની અંદરથી પસાર થઈ જવું હોય તો થઈ શકે. મોટો ડુંગર હોય તો ડુંગરની અંદરથી પસાર થઈ શકે એવું સ્વરૂપ છે.
આ જગતમાં કોઈ વસ્તુ આત્માને સ્પર્શ કરી શકે જ નહીં. ઝીણામાં ઝીણા હથિયારથી આમ કાપીએ તોય એમાં કાપો ના પડે. કારણ કે હથિયાર કરતાય એ સૂક્ષ્મ છે.
પ્રશ્નકર્તા: શરીરમાં સૂક્ષ્મ વસ્તુ છે શું? સૂક્ષ્મ વસ્તુ કંઈ પણ છે?
દાદાશ્રી: હા, હા. સૂક્ષ્મ શરીર છે ને, આખું સૂક્ષ્મ બૉડી છે અંદર. પણ તેથીય સૂક્ષ્મ કરતાય આગળ વધેલો છે, સૂક્ષ્મતરથી ઉપર જાય છે, એ આકાશ જેવો સૂક્ષ્મતમ આત્મા છે.
સૂક્ષ્મતમ આત્મા ન ભોગવે વિષય-કષાયતે આત્મા આકાશ જેવો છે અને આ ખોરાક છે તે જડ છે. ભોગવવાની બધી વસ્તુઓ જડ છે. હવે ક્યાં આ સ્થળ ને પેલું કંઈ સૂક્ષ્મતમ, બેનો મેળ શી રીતે પડે ?
આત્મા કેવો છે ? આત્મા એટલો બધો સૂક્ષ્મ છે કે આહાર તો એને અડે નહીં, પણ વિષય પણ અડતો નથી.
આ લોક કહે, “મેં વિષય ભોગવ્યો.” એ બધી વાત જ ખોટી છે. ખાલી અહંકાર કર્યા કરે છે, તેથી જ સંસાર બંધ પડે છે. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. આત્માનું એટલું બધું સૂક્ષ્મ સ્વરૂપ છે અને વિષયો એટલા બધા સ્થળ છે કે એ બેનો મેળ જ પડે નહીં. આ બધી “પોતે સ્વરૂપ થયા પછીની વાત છે !
વિષય સ્થૂળ સ્વભાવ છે, તદન સ્થળ અને બહુ ત્યારે મહીં માનસિક વિષયો હોય છે, તે સૂક્ષ્મ સ્થળ છે. પણ જે આત્મા સૂક્ષ્મતમ, ક્યાં સુધી પહોંચે તે ? કોઈ દહાડો આત્માએ વિષય ભોગવ્યો નથી અને આ લોકો