________________
[૧૨.૧] અલખ નિરંજન
માંકણ કરડ્યો હોય ત્યાં જ જાય અને લક્ષ ના ગયું હોય પણ અદબદ હાથ જાય તો તે જ જગ્યાએ ના જાય. લક્ષથી તો બધી જ ઈન્દ્રિયો કેન્દ્રિત થાય અને પછી જ્યાં લક્ષ બેઠું હોય ત્યાં જ બધી જ ઈન્દ્રિયોની શક્તિઓ કેન્દ્રિત થઈને લક્ષ ત્યાં જાય. અલખનું લક્ષ ના થાય ત્યાં સુધી આ લક્ષના ઘા રૂઝાય જ નહીં. આ લક્ષ ને અલખની થિયરી તો સમજવા જેવી છે.
જ્ઞાતીકૃપા તાશ કરે અંતરાય-પાપો, ત્યારે બેસે લક્ષ
એક ક્ષણ જ આતમ ભાવના ભાવે તો કલ્યાણ થઈ જાય. પણ આત્મા જાણવો જોઈએ ને ! તો જ આતમ ભાવના ભવાય.
૨૨૧
મહાવીર ભગવાને કહેલું કે ભગવાન અલખ નિરંજન છે. ક્યારેય લક્ષમાં આવે તેમ નથી. જ્ઞાની પુરુષ અલક્ષ્યને લક્ષમાં લાવે. કારણ કે એ અવક્તવ્ય છે ને અવર્ણનીય છે. એ શબ્દોથી કંઈ કામ થાય એવું નથી. જ્ઞાની કૃપાથી જ, બધું કામ થઈ જાય છે અને ભગવાન જાગ્રત થઈ જાય છે. જાગ્રત જ છે પોતે, પણ એનું આવરણ જે છે ને, તે તોડીફોડી ખલાસ કરી નાખે છે બધું. આવરણ તૂટ્યું એટલે ભગવાન તૈયાર જ છે.
જ્ઞાની પુરુષ જ્યારે લક્ષના અંતરાયભૂત કર્મોને નાશ કરે ત્યારે અંતરાય તૂટે ત્યારે લક્ષ બેસે. અને જ્ઞાની પુરુષ પાપો ભસ્મીભૂત કરે ત્યારે લક્ષ બેસે, નહીં તો બેસે નહીં. એ એના પાપના આવરણ અનાવરણ થયા સિવાય કામ થાય એવું નથી.
જ્ઞાની પુરુષ એકલા જ બધા પાપ નાશ કરી આપે ને પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે, ત્યારે લક્ષ બેસે. સ્વભાવે અલખ નિરંજન હોવા છતાં જ્ઞાની પુરુષો લક્ષમાં લાવે ને અનુભૂતિ કરાવે.
અમથી લક્ષ બેસે ઈન્સ્ટન્ટ
લક્ષ એટલે અનુભવ કહેવાય. પછી જાય નહીં એક ક્ષણ પણ. આ બધાને, કોઈને આત્મા ભૂલાય નહીં. બધું આખો દહાડો વ્યવહાર ચાલ્યા કરે. એક ક્ષણ પણ ના ભૂલાય ત્યારે કામ થાય, નહીં તો થાય નહીંને કામ. અને આ જગતને એક ક્ષણ પણ આત્મા યાદ આવે નહીં.