________________
જ્ઞાનવિધિમાં મહાત્માઓને આત્માનું અસ્પષ્ટ વેદન પ્રાપ્ત થઈ જાય છે. અસ્પષ્ટ વેદન એટલે બરફ રૂમમાં હોય ને ઠંડી હવા અડીને આવે તો ખબર પડી જાય કે અહીં બરફ છે, જ્યારે બરફ શરીરને અડીને હોય તેવું જ્ઞાન થાય, તે સ્પષ્ટ વેદન. બાકી આત્માની બાબતમાં તો એ સ્પષ્ટ અનુભૂતિ અવર્ણનીય છે, અવક્તવ્ય છે.
શુક્લધ્યાનના ચાર પાયા : ૧. આત્માનું અસ્પષ્ટ વેદન, ૨. આત્માનું સ્પષ્ટવેદન, એમાં સર્વ શેયો પોતાને ના ઝળકે. ૩. કેવળજ્ઞાન, એમાં આખા લોકાલોકના સર્વ જ્ઞયો ઝળકે અને ૪. મોક્ષ.
જ્યારથી આત્માનો અસ્પષ્ટ અનુભવ થાય, ત્યારથી સંસારનું વેદન બંધ થાય. બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું વેદન અસ્પષ્ટ થયું, તે સ્વસંવેદન વધીને સ્પષ્ટ વેદન આવે.
અસ્પષ્ટ વેદનમાં પોતે આત્મા છે' એની ખાતરી થઈ ગઈ, પરિણામે આનંદ ઉત્પન્ન થાય છે. અને આગળ વધીને સ્પષ્ટ વેદનમાં પોતે આત્માને અડીને બેસશે, એ મૂળ સ્વરૂપ દેખાશે, ભ્રમ બધા તૂટી જશે, જેમ છે તેમ એ દેખાશે એક્ઝક્ટ, પોતે પોતાનો દેખવો બનશે. કારણ કે એ પોતાનો સ્વ-પર પ્રકાશક ગુણ છે.
મહાત્માઓને જે આત્મા વર્તે છે તે આત્માનું અસ્પષ્ટ વેદન છે, જે પહેલો પાયો છે. દાદાશ્રીને આત્માનું સ્પષ્ટ વેદન તે બીજો પાયો. ત્રીજો પાયો તે વીતરાગ, કેવળજ્ઞાની શ્રી સીમંધર સ્વામી. અને ચોથે પાયે મોક્ષ, સિદ્ધક્ષેત્રે જતા હોય તે.
મહાત્માઓ અનાદિની ઊંઘમાંથી ભાનમાં આવ્યા, કે “હું શુદ્ધાત્મા છું.” એ આત્માનો અનુભવ કહેવાય, સુખ પણ વર્ત પણ એની પૂરી સ્પષ્ટતા ના આવે.
શુક્લધ્યાન આ કાળમાં નથી, એમ શાસ્ત્રકારોએ કહ્યું, પણ આ અપવાદ માર્ગ બની ગયું. “હું ચંદુભાઈ છું” એ ધ્યાનમાં રહેતું હતું તે ગયું અને “હું શુદ્ધાત્મા છું' એ પોતાને ધ્યાનમાં રહે છે, નિરંતર પ્રતીતિ રહે છે. એ જ ક્ષાયક સમકિત છે, કેવળદર્શન છે, હવે આની પાછળ પડી કામ કાઢી લેવાનું છે.
31