________________
આ ‘જ્ઞાન' પછી મહાત્માઓને આત્માના અનુભવ-લક્ષ-પ્રતીતિ બેસી ગયા, તેનાથી આત્માનું સ્વસંવેદન રહ્યા કરે. તેથી વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેવાય, જ્યારે દાદાશ્રીને ભયંકર વ્યાકુળ જગ્યાએ પણ નિરાકુળતા સહજ રહે. અને સંપૂર્ણ સ્વસંવેદન તો કેવળજ્ઞાન થાય ત્યારે જ હોય, જે આ કાળમાં થતું નથી.
મૂળ આત્માને સ્વસંવેદન નથી થતું પણ જે બિલીફ આત્મા છે, વ્યવહા૨ આત્મા છે, ડેવલપ થતો હું, પોતે, જે પુદ્ગલ કહેવાય છે, જે જ્ઞાનીપદ છે, એને સ્વસંવેદન થાય છે. કેવળજ્ઞાન થયા પછી ભગવાન મહાવીરને ‘હું શુદ્ધાત્મા છું, મને સ્વસંવેદન છે, હું અનંત જ્ઞાનવાળો છું, હું મોક્ષસ્વરૂપ છું,’ એવું બોલવુંય ના પડે. કારણ કે પોતે મૂળ આત્મામાં આવી ગયા, કેવળજ્ઞાની થઈ ગયા માટે.
સાકર ગળી છે એમ જાણવું, એ ઈન્ફોર્મેશન જ્ઞાન, તે અસર છે અને સાકર ખાધીને અનુભવ થયો તે એનું સંવેદન છે.
મચ્છર હાથ પર બેઠું ત્યારે ઈન્ફોર્મેશન, ખબર પડે છે પછી ડંખ મારે છે ત્યારે પોતે એમ જાણે છે કે મને કહ્યું, તો પોતે વેદક થઈ જાય છે. ત્યાં પોતે જ્ઞાન ગોઠવે કે ‘હું નિર્વેદ છું’ તો જાગૃતિ રહી કહેવાય. તો વેદના પોતાને ઓછી થાય. કારણ કે આત્માનો સ્વભાવ નિર્વેદ છે. નિર્વેદ એક સ્ટેપ છે, તે અકળામણ સિવાય સહન કરી શકે. એને અસર ના થાય. એમ કરતા આગળ વધે તો આગળની સ્ટેજમાં સ્વસંવેદન કહેવાય.
આત્મા પોતે જ સ્વસંવેદન છે, પણ પાછલા પર્યાય, અહંકાર-મમતા ગયા નથી, તેથી ડખો થઈ જાય છે. જેમ જેમ જાગૃતિ વધે, તેમ તેમ સ્વસંવેદન વધતું જાય, તે વધીને સ્પષ્ટ વેદન સુધી જાય.
[૪.૨] અસ્પષ્ટ વેદન
સ્પષ્ટ વેદન
-
આત્મા એવી વસ્તુ નથી કે બુદ્ધિથી કે ઈન્દ્રિયોથી કે ક્રિયાથી જાણી શકાય. તેનું તો નિરંતર વેદન જોઈએ. વેદન એટલે આનંદ. વેદન એટલે જાણવું. જેટલું જાણપણું આવે તેટલો આત્મા અનુભવમાં આવ્યો. જેટલી અનુભૂતિ તેટલું વેદન થયું કહેવાય.
30