________________
દાદા ભગવાન અને સચ્ચિદાનંદ પરમાત્મા વચ્ચે કોઈ ફરક છે જ નહીં. દાદા ભગવાન એ પોતે જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આ દેખાય છે તે એ.એમ.પટેલ છે, મહીં પ્રગટ થયા તે દાદા ભગવાન છે. એ પ્રગટ સચ્ચિદાનંદ સ્વરૂપ અબજોમાં એક જ હોય.
સ્વયંસિદ્ધ સચ્ચિદાનંદ એટલે કોઈનીય મદદ વિના, કોઈના અવલંબન વિના પોતે સ્વયંસિદ્ધ થયા, સચ્ચિદાનંદ ભગવાન થયા.
કૃષ્ણ ભગવાને કહ્યું કે જેમ જેમ અભ્યાસ વધે તેમ તેમ તું મારા સચ્ચિદાનંદ સ્વરૂપને પામી શકીશ. પણ અભ્યાસ શેનો કરવાનો છે ? દેહાધ્યાસ છોડવાનો અને સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવાનો છે ! તે સિવાય સચ્ચિદાનંદ ના પમાય.
આપણે જેને ભજીએ, તે રૂપ થવાય એવો જીવનો સ્વભાવ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ થયેલા હોય તેને ભજીએ તો તે રૂપ થવાય, નહીં તો બહારવટિયાને ભજે તો તેવો થઈ જાય.
[૪] સ્વસંવેદત ઃ સ્પષ્ટવેદન
[૪.૧] સ્વસંવેદન સ્વસંવેદન એટલે પોતે પોતાના વેદનથી સુખમાં રહે. આ સુખ બહારથી બીજું કોઈ આપતું નથી, આત્મા પોતે જ અનંત સુખનું ધામ છે.
સ્વસંવેદન એ શક્તિ છે. એનાથી આખા બ્રહ્માંડનો જ્ઞાતા-દ્રષ્ટા થાય, આખું બ્રહ્માંડ પ્રકાશમાન થાય, તેને જ કેવળજ્ઞાન કહેવાય. ત્યાં પૂર્ણાહુતિ થાય છે.
આહારી કેરી ખાય, પણ પોતે તેમાં મસ્ત થાય તો એ પર સંવેદન કહેવાય. કારણ કે પારકી ચીજમાંથી વેદનનું સુખ આવી રહ્યું છે. આત્મરમણતાથી વેદના થાય તે સ્વસંવેદન.
સંસારની લાય એ પર સંવેદન છે, તેનાથી તપ્તાયમાન રહે ને પોતે પોતાનું વદન તે સ્વસંવેદન ત્યાં પરમાનંદ છે ! જ્ઞાનવિધિની રાતે જે સુખ અનુભવમાં આવે છે તે સ્વસંવેદન છે.
29