________________
સત્ એટલે ત્રિકાળી હોવાપણું. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. ચિત્ત શુદ્ધ રહ્યું તો આનંદ અને ચિત્ત અશુદ્ધ રહ્યું તો દુ:ખ-આનંદ.
આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે ત્યારે એનું સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે. જય સચ્ચિદાનંદ' બોલશે તોય એનું કલ્યાણ થઈ જશે.
ચોવીસ તીર્થકરોના નામ તો દેહના પડેલા છે, પણ એમનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એટલે સચ્ચિદાનંદ બોલો તો ચોવીસેય તીર્થકરોને પહોંચે.
આત્મા એટલે સેલ્ફ. સેલ્ફને “સચ્ચિદાનંદ' કહ્યો. “હું ચંદુ છું” એ દેહાધ્યાસ સેલ્ફ છે, એ છૂટે તો સેલ્ફ સચ્ચિદાનંદ છે.
પુદ્ગલપક્ષી ચિત્ત તે અસત્ ચિત્ત અને આત્માપક્ષી ચિત્ત તે સત્ ચિત્ત. અસત્ ચિત્તનું ફળ કલ્પિત સુખ-દુઃખ અને સત્-ચિત્તનું ફળ સનાતન સુખ.
આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ અજ્ઞાનભાવે પ્રકૃતિની સાંકળીયે બંધાયો છે. પોતાને જ્ઞાનભાવ આવે તો બંધન નથી, મુક્ત છે.
આત્મા સચ્ચિદાનંદ ઘન છે, છતાં શુદ્ધાત્મા એટલા માટે કહ્યો કે લોકોને રોંગ બિલીફ બેસી ગઈ છે કે હું પાપી છું. પણ જો પોતે વિજ્ઞાન જાણે તો એને પાપ અડે એવું નથી, પોતે શુદ્ધાત્મા જ છે, પણ આ તો પોતાને રોંગ બિલીફ બેસી ગઈ છે.
આત્મા પોતે સ્વભાવે જ સનાતન સુખનો, પરમાનંદનો માલિક છે, પણ અજ્ઞાન દશામાં જગતની ચીજો ઉપર સુખનો આરોપ કરી બેસે છે. બાકી સનાતન સુખ દુનિયાની કોઈ ચીજમાં છે નહીં. જ્ઞાની પુરુષ પોતાના આત્માના અપાર સુખમાં રહેતા હોય છે. - સચ્ચિદાનંદનો આનંદ એ સનાતન આનંદ છે, જે પોતાનો સ્વભાવ
- સચ્ચિદાનંદ પ્રત્યક્ષ-ઉઘાડા-ખુલ્લા જોવા હોય તો આ દાદા ભગવાન, મુક્ત હાસ્યવાળા, હાસ્ય વિધાઉટ ટેન્શન, વર્લ્ડમાં એકાદ હોય કોઈક ફેરો, તે અજોડ હોય ! જેમનું ચિત્ત નિરંતર આત્મામાં જ રહે, એ સચ્ચિદાનંદ. ગાળો ભાંડે, માર મારે પણ દુનિયાની કોઈ અસર ચિત્તને ના થાય એ સચ્ચિદાનંદ.