________________
મહાત્માઓને જ્ઞાનવિધિમાં જે આત્મા પ્રાપ્ત થાય છે તે અસ્પષ્ટ અનુભવ જ પ્રાપ્ત થયો છે. કારણ કે આ જાતે કમાણી કરી નથી, કૃપાથી પ્રાપ્ત થયું છે, જ્યારે દાદાશ્રીને કેટલાય અવતારની સાધનાનું ફળ આવ્યું છે, જે સ્પષ્ટ વેદન રૂપે છે.
અસ્પષ્ટ વેદન થયું તો સ્પષ્ટ વેદન થતા વાર નથી લાગવાની. દુકાન માંડે પછી આવક શરૂ થતા વાર ના લાગેને ?
સ્પષ્ટ વેદન ક્યારે થાય ? આત્મા દર્શનમાં આવી ગયો, ધંધા રોજગાર-ફાઈલો બધામાંથી સમજણથી છૂટી ગયા પણ બધું જ્ઞાનથી છૂટે ત્યારે સ્પષ્ટ વેદન થાય, ત્યારે રૂપકમાં આવે. જેમ જેમ પાંચ આજ્ઞા તેમ તેમ પળાશે, તેમજ આ સત્સંગમાં રહેતા અંશે અંશે સ્પષ્ટ વેદન પ્રગટ થતું જાય.
પહેલા પાયામાં અંશે કેવળદર્શન સુધી પહોંચે. બીજા પાયામાં પૂર્ણ કેવળદર્શન સુધી આવે. ત્રીજા પાયામાં કેવળજ્ઞાન આવે, સયોગી કેવળી, દેહ છૂટતા સુધી એ. દેહ છૂટે, નિર્વાણ વખતે ચોથો પાયો અયોગી કેવળી પદ ક્ષણ પૂરતું પ્રાપ્ત કરી સિદ્ધક્ષેત્રમાં સ્થિત થાય.
અસ્પષ્ટ વેદનવાળા જ્ઞાન પામેલા મહાત્માઓમાં કોઈને સ્પષ્ટ વેદન માટે ઉતાવળ જાગે, ત્યાં દાદાશ્રી ચેતવતા કે ઉતાવળ કરવાથી ઊલટો નવો રોગ પેસી જાય. આમાં લોભ કરવા જેવું નહીં. પોતે પાંચ આજ્ઞામાં જ રહેવું. એનાથી ધીમે ધીમે સ્પષ્ટ વેદન થવા માંડશે. ત્યાં સુધી આપણે સત્સંગમાં બેસ બેસ કરવું.
લોકોએ આત્માની પ્રતીતિ થાય તેને માટે અથાગ પ્રયત્નો આદર્યા છે, ત્યારે આ તો કૃપાથી જ પ્રતીતિ-લક્ષ-અનુભવ પ્રાપ્ત થઈ ગયા. દેહાધ્યાસ છૂટ્યો, નિરંતર ‘આત્મા છું’ એવું અસ્પષ્ટ અનુભવ થયો. આ તો અજાયબ પદ પ્રાપ્ત થયું છે ! તે ભોગવતા આવડવું જોઈએ.
સત્સંગમાં રહેવાથી અને આજ્ઞામાં રહેવાથી વ્યવહાર ગુંઠાણા ઊંચે ચઢતા જાય, ધીમે ધીમે. ભરેલો માલ ખાલી થયા કરે. કર્મો નિર્જરા થયા કરે તેમ તેમ પોતે હલકો થતો જાય, તેમ સ્પષ્ટ વેદન તરફ જતો થાય.
જ્યાં સુધી સ્પષ્ટ વેદન નથી થતું, ત્યાં સુધી જ્ઞાની પુરુષ કે સદ્ગુરુ
32