________________
૧૯૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દેખાય. અરૂપી દર્શનથી દેખાય, અરૂપી જ્ઞાનથી જણાય અને અરૂપી ચારિત્રથી ઓળખાય.
અંદરતી આંખે જોવાય અરૂપી શુદ્ધાત્મા પ્રશ્નકર્તા : આત્મા અરૂપી છે તો આપણે શુદ્ધાત્મા તરીકે શું જોવું?
દાદાશ્રી : આ રૂપી છે તે આ ચામડાની આંખે જોયું અને મહીં અરૂપી છે એ મહીં અંદરની આંખે જોયું આપણે. બાય રિયલ લૂ પોઈન્ટ, ભગવાનની શુદ્ધ ભાષામાં અને પેલું વ્યવહાર ભાષામાં. આ આંખથી જોયું એ વ્યવહાર ભાષામાં અને નિશ્ચય ભાષામાં અંદરનું જોયું કે, શુદ્ધ ભાષામાં.
આત્મા જુએ અરૂપી, બુદ્ધિ જુએ રૂપી પ્રશ્નકર્તા: આ જે રૂપીને જુએ છે, એ જોવાનું કાર્ય તો અરૂપી આત્માનેય જુએ ત્યારેય સરખું અને રૂપીને જુએ તો ત્યારેય સરખું પણ રૂપીને જુએ ત્યારે એ અજ્ઞાન થઈ જાય છે ?
દાદાશ્રી : એ અજ્ઞાન થઈ જાય.
પ્રશ્નકર્તા પણ તે ઘડીએ એ સંયોગને આધીન થઈ જાય છે ને? રૂપી સંયોગને જુએ છે તો એ અજ્ઞાન થઈ જાય છે તો કહે એમાં જોવામાં બન્ને વખતે આત્મા તો ખરો જ ને ? રૂપીને પણ જોવામાં આત્મા તો ખરો જ ને ?
દાદાશ્રી : ના, ના, ના. અરૂપીમાં જ આત્મા હોય છે. અરૂપી જોવામાં જ આત્મા હોય છે. બીજી જગ્યાએ આત્મા હોતો નથી. રૂપી જોવામાં આત્મા નથી હોતો. આત્મા રૂપી જોઈ શકે નહીં.
પ્રશ્નકર્તા ઃ તો રૂપી જોવામાં કોણ હોય ? દાદાશ્રી રૂપી જોવામાં તો બીજો હોય. બીજો ઊભો થયેલો છે તે