________________
[૯.૨] રૂપી-અરૂપી
૧૯૫
એટલે ભગવાને શું કહ્યું કે અરૂપી કરીને આત્માને ભજવા જઈશ તો બીજા પુદ્ગલ સિવાયના તત્ત્વો પણ અરૂપી છે એમાં તું ફસાઈ જઈશ. માટે “જ્ઞાની પુરુષ' પાસેથી આત્મતત્ત્વ જાણજે તો મૂળ આત્મા મળશે. આત્મા એકલો અરૂપી જ નથી, એના બીજા બધા અનંત ગુણો છે. માટે એક ગુણને પકડી રહીશ તો ઠેકાણું નહીં પડે.
જ્ઞાત એ જ આત્મા, એ અરૂપી તત્ત્વ પ્રશ્નકર્તા : દાદા, આત્મા તો અરૂપી છે, તો આત્માનું જ્ઞાન પણ અરૂપી છે ?
દાદાશ્રી : ખરા આત્માનું જ્ઞાન અરૂપી છે અને બુદ્ધિજન્ય જ્ઞાન રૂપી છે.
પ્રશ્નકર્તા : આત્મા અરૂપી છે, જ્ઞાન પણ અરૂપી છે, તો જ્ઞાન ને આત્મા બધું એક જ થઈ જાય છે ?
દાદાશ્રી : એ જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે. એ કેવળજ્ઞાન સ્વરૂપ જ એ આત્મા છે.
ગુણધર્મ સમજવાથી અનુભવાય અરૂપી આત્મા પ્રશ્નકર્તા આત્મા અરૂપી છે તો અમને કેવી રીતે દેખાય ?
દાદાશ્રી : આ હવા દેખાય નહીં, પણ હવા આવી એવું ખબર પડેને તમને ? હવા નથી એવુંય ખબર પડે, નહીં ? એટલે એ હવાના ગુણધર્મ જાણે એટલે હવા દેખાય. આત્માના ગુણધર્મ જાણે એટલે આત્મા દેખાય. એટલે ગુણધર્મ જોવા-જાણવાની જરૂર છે.
હવા અરૂપી છે છતાં બધા જ સમજે છે કે હવા ગરમ આવી, ઠંડી આવી. તેના ઉપરથી સમજાય છે કે હવા છે, તેમ આત્મા અરૂપી છે. તે આપણે તેના જે ગુણ છે તે સમજી અનુભવી શકીએ છીએ, તે જ આત્મા છે.
એટલે આત્મા આંખથી, રૂપી વસ્તુથી દેખાય નહીં, અરૂપીથી એ