________________
[૯.૨] રૂપી-અરૂપી
૧૯૭ આત્મા. મૂળ આત્મા અરૂપી જુએ. પોતે અરૂપી, અરૂપી જુએ. એની હાજરીથી પાવર ચેતન ઊભું થયું છે.
તેથી ઑટોમેટિકલી પાવર ભરાયા જ કરે અને તેના આધારે, ત્યાં પાવર ચેતનમાં બુદ્ધિ છે એ રૂપી જુએ છે અને કરે છે એ રૂપી ને પોતેય રૂપી છે.
જડ રૂપી છે ને ચેતન અરૂપી છે. એટલે આ જડથી જડ ઓળખાય છે આપણને અને ચેતન ઓળખાય નહીં. આ આંખે ના ઓળખાય, એ દિવ્યચક્ષુથી ઓળખાય.
મિશ્રચેતન “હું” રૂપી, સૂઝ અરૂપી પ્રશ્નકર્તા: આ સૂઝ રૂપી છે કે અરૂપી છે ? દાદાશ્રી : એ અરૂપી છે.
સૂઝ પડે તો અનુભવ થાય છે. એ દેખાતી નથી. સૂઝ દેખાય એવી વસ્તુ જ હોયને ! એને સૂઝ પડે છે એવો અનુભવ થાય, મને સૂઝ પડી.
પ્રશ્નકર્તા: સૂઝ એ આખું દર્શનમાં જાય છે ને ? દાદાશ્રી : અંશ દર્શન.
પ્રશ્નકર્તા: અંશ દર્શન, બરાબર. સૂઝમાં જે દેખાય છે એ રૂપી હોય છે ને બધું ?
દાદાશ્રી : રૂપી હોય તો જ દેખાયને !
પ્રશ્નકર્તા: તો જ દેખાય અને સૂઝ અરૂપી વસ્તુ છે અને આ “હું છે એ ?
દાદાશ્રી : એ રૂપી છે. પ્રશ્નકર્તા: એ પુદ્ગલ સ્વરૂપ કહેવાય કે ચેતન સ્વરૂપ કહેવાય? દાદાશ્રી : મિશ્રચેતન.