________________
૧૮૫
[૯.૧] અમૂર્ત
મૂર્તિઓના પ્રેમથી જગત સપડાયેલું છે. અમૂર્તનો પ્રેમ થશે ત્યારે જ કલ્યાણ થશે.
અમૂર્તતું લક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? શુદ્ધાત્મા અમૂર્ત છે એટલે લક્ષ ના બેસે. મૂર્તિના લક્ષ બેસે, અમૂર્તના લક્ષ ના બેસે. શુદ્ધાત્માનું લક્ષ ક્યારેય બેસે નહીં અને હું ચંદુલાલ છું” તે લક્ષ ક્યારેય જાય નહીં. આ તો અમે જ્ઞાન આપીએ તો શુદ્ધાત્માનું લક્ષ બેસે. અમૂર્તની અનુભૂતિ જ્ઞાની પુરુષ એકલા જ કરાવે.
પ્રશ્નકર્તા અમૂર્તની અનુભૂતિ એટલે શું?
દાદાશ્રી ત્યારે કહે, આ લોકો એટલે સુધી જાણી ગયા છે કે સાકર ગળી છે. એ તો લોકો શાસ્ત્રથી પણ જાણે છે. પણ ગળી એટલે શું એમ પૂછીએ તેના માટે શબ્દ ના હોય. એટલે શું કરવું પડે મારે ? કે તમારા મોઢામાં એક ટીકડી મૂકી આપું એટલે તમે પોતે જ સમજી જાવ. મારે કહેવું જ ના પડે કે ગળી એટલે શું ? એવું આ આત્માની અનુભૂતિ. એ અમે તમને આમ કરી આપીએને, એટલે એની મેળે જ તમને આત્મ અનુભૂતિ થઈ જાય.
અમૂર્ત પ્રકાશમાન થવું જોઈએ. અમૂર્ત પ્રકાશમાન હોવું જોઈએ. અમૂર્ત તો જીવમાત્રમાં છે જ, પણ પ્રકાશમાન થાય તો કામ લાગેને ?
અમૂર્ત ઉપર મૂર્તતું કોટિંગ અમૂર્તની ઉપર મૂર્ત ચઢેલું છે, આ કોટિંગ થયેલું હોય એવું.
પ્રશ્નકર્તા : એ જરા સમજાવોને દાદા, આ કોટિંગનું આપ કહો છો તે.
દાદાશ્રી : કોટિંગ ઉપર કરે છે ને ! આ આની (હાથની) ઉપર પ્લાસ્ટર નથી કરતા, વાગી જાય તો ?
પ્રશ્નકર્તા: એ તો મૂર્ત ઉપરને ? આ તો મૂર્ત છે ને પેલું અમૂર્ત ઉપર આપ કહો છો.