________________
[૯] અમૂર્ત-અરૂપી
[૯.૧] અમૂર્ત
ઈન્દ્રિયોથી નહીં, દિવ્યચક્ષુથી દેખાય અમૂર્ત પ્રશ્નકર્તા: આત્માને જોઈ શકાય ?
દાદાશ્રી : દિવ્યચક્ષુથી દેખાય. ચામડાની આંખથી મૂર્તિ દેખાય અને દિવ્યચક્ષુથી મૂળ આત્મા દેખાય. દિવ્યચક્ષુ હોય તો અમૂર્તના દર્શન થાય.
આત્મા અમૂર્ત છે એટલા માટે એ ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. એ અમૂર્ત છે માટે ગ્રાહ્ય થઈ શકે એમ નથી. છતાં અમૂર્ત પદાર્થો જે છે, એ બધા નિત્ય છે, કાયમી હોય છે, સનાતન હોય છે.
છ સનાતન તત્ત્વમાં અમૂર્ત તત્ત્વ પાંચ છે અને છઠું આ પુદ્ગલ એકલું જ મૂર્ત છે.
પ્રશ્નકર્તા: “અમૂર્ત છું એનો અર્થ શું ?
દાદાશ્રી : અમૂર્ત એટલે હું મૂર્તસ્વરૂપ નથી. ઈન્દ્રિયોથી અનુભવમાં આવે એવો નથી. આ મૂર્ત એટલે આંખે દેખાય. અમૂર્ત એટલે અરૂપી છે.