________________
૧૮૬
દાદાશ્રી : હા, અમૂર્ત ઉપર છે. એટલે છે આત્માની. એની ઉપર આ બધું ચઢેલું છે.
પડે.
પ્રશ્નકર્તા : એ પ્લાસ્ટર જેવું શું કહેતા હતા તમે ? દાદાશ્રી : આ પ્લાસ્ટર જેવું બાંધ્યું અને ઉપર ચોંટ્યું છે એવું. પ્રશ્નકર્તા : આમાં સૂક્ષ્મ શરીરનું અનુસંધાન શું છે ?
દાદાશ્રી : સૂક્ષ્મ જુદી વસ્તુ છે. સૂક્ષ્મનું તો એ તેજસ બૉડી છે, ઈલેક્ટ્રિકલ બૉડી એ બધું ખાવાનું પચાવે કરે. એ ના હોય તો ક્રોધ-માન
માયા-લોભ થાય નહીં.
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આ શરીર જેવી ડિઝાઈન આ મૂક્યું છે એને ખબર
પ્રશ્નકર્તા : એટલે કોટિંગનું કહ્યું આપે, એમાં જ આ સૂક્ષ્મ શરીરનું બધું આવી જાય ?
દાદાશ્રી : હા, બધું જ આવી જાય.
ફેર ?
આપે મૂર્તજ્ઞાત, ઊતરે કૃપા અમૂર્તતી
અમૂર્તના દર્શન કરવા જેવા છે. બધા શાસ્ત્રો અમૂર્તના દર્શન કરવા માટે છે. પણ શાસ્ત્રોમાં બધું મૂર્ત જ્ઞાન છે ને અમૂર્ત જ્ઞાન તો અમૂર્ત ભાષામાં હોય. જે ઈન્દ્રિયોથી દેખાય એ બધું જ મૂર્ત જ્ઞાન છે.
પ્રશ્નકર્તા : મૂર્ત અને અમૂર્ત, મૂર્ત જ્ઞાન અને અમૂર્ત જ્ઞાનમાં શું
દાદાશ્રી : આ ઈન્દ્રિયોથી સમજાય એ બધું મૂર્ત જ્ઞાન. પાંચ ઈન્દ્રિયોની હેલ્પથી, બુદ્ધિની હેલ્પથી, મનની હેલ્પથી જે સમજાય એ બધું મૂર્ત જ્ઞાન.
અમે મૂર્ત જ્ઞાન આપીએ, તે દહાડે ભગવાન એની ઉપર કૃપા ઉતારે, અમૂર્તની. અંદરવાળા ભગવાન પેલા પર કૃપા ઉતારે, આજ્ઞામાં રહ્યો માટે, દાદાની આજ્ઞામાં.